ગુજરાત કિસાનસભા દ્વારા દિલ્હીમાં યોજાયેલી ખેડૂતોની રેલીના  સમર્થનમાં અમદાવાદમાં રેલી કાઢવામાં આવી હતી. અમદાવાદ સાબરમતી આશ્રમથી પદયાત્રા કરી ખેડૂતો અમદાવાદ કલેકટર કચેરીએ પહોંચ્યા હતા. જયાં અધિક નિવાસી કલેકટરને ખેડૂતોની માગણીઓ અંગે આવેદન પાઠવ્યું હતું. કિસાનસભા અને રેલીમાં જોડાયેલા અન્ય સંગઠનોએ રાજયમાં ખેડૂતોના દેવાની માફી તેમજ દુષ્કાળવાળા વિસ્તારોમાં ખેડૂતને હેકટર દીઠ ૩૦ હજાર રૂપિયા વળતર આપવા માંગ કરી હતી. જયારે રાજયમાં ખેડૂતોની આત્મહત્યા અંગે દુઃખ વ્યકત કરતા  રેલીમાં ઉપસ્થિત સર્વેએ જો સરકાર  આવેદન- પત્રને આધારે કોઈ નિર્ણય ન લે તો આગામી દિવસોમાં સમગ્ર રાજયના ખેડૂત સંગઠનો સરકાર સામે કુચ કરશે તેવી ચીમકી ઉચ્ચારી હતી.