અમદાવાદ, તા.ર૬
સબ સલામતના દાવા કરતી ગુજરાત પોલીસના દાવા મોકલ સાબિત થઈ રહ્યા છે. રાજ્યમાં લૂંટે હત્યા બળાત્કારના બતાવો અટકવાનું નામ લેતા નથી. ત્યારે અમદાવાદમાં વધુ બે બળાત્કારની ઘટનાઓ બની છે. જેમાં એક પરપ્રાંતિયા સગીરા સાથે ગેંગરેપ અને અન્ય એક સગીરાનું અપહરણ કરી તે દુષ્કર્મ કર્યાની ઘટના સામે આવી છે.
અમદાવાદમાં એક જ દિવસમાં દુષ્કર્મની બે ધટનાઓ બની છે. વેજલપુર રેલવે ક્રોસિંગ પાસે આવેલા હરીનગરની પરપ્રાંતીય સગીરા સાથે સામુહિક દુષ્કર્મની ઘટના બની હતી. જ્યારે વેજલપુરના ઓડાના મકાનમાં રહેતી ૧૩ વર્ષીય સગીરાનું અપહરણ કરીને તેના ગુપ્તાંગના ભાગમાં ઈજા પહોંચાડી હતી. એક જ દિવસમાં શહેરમાં દુષ્કર્મની બે ઘટનાઓ બની જતા શહેરમાં ભયનો માહોલ સર્જાયો છે. બનાવતી પ્રાપ્ત વિગતો મુજબ અમદાવાદના વેજલપુર વિસ્તારમાં રહેતી સગીરા સાથે તેના નજીકના સ્વજનોએ દુષ્કર્મ કર્યું હોવાનું સામે આવતા અરેરાટી ફેલાઈ છે. સગીરાની ફરિયાદના આધારે વેજલપુર પોલીસે ચાર આરોપીઓ સામે દુષ્કર્મની ફરિયાદ નોંધીને સગીરાની સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે. પોલીસ સુત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે વેજલપુર વિસ્તારમાં ચાર શખ્સોએ પરપ્રાંતમાં રહેતી પોતાના નજીકના પરિવારની સગીરાને મજૂરી કામ કરવા માટે અમદાવાદ બોલાવી હતી. જ્યાં તેને મજૂરી કામ આપવાના બહાને ગોંધી રાખીને ચાર શખ્સોએ સગીરા સાથે સામુહિક દુષ્કર્મ આચર્યું હતું. આ બનાવથી ગભરાઈ ગયેલી સગીરાએ પોલીસને જાણ કરતા પોલીસે ચાર આરોપી સામે ફરિયાદ નોંધીને સગીરાને મેડિકલ ચેકઅપ માટે હોસ્પિટલમાં ખસેડી છે અને આરોપીને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે. જ્યારે બીજી ઘટનામાં અમદાવાદાના વેજલપુર પાસે આવેલા ઔડાના મકાનમાં રહેતી ૧૩ વર્ષીય સગીરા પર બે સગીર બાળકોએ ભેગા મળીને અપહરણ કર્યુ હતુ. ત્યાર બાદ બંને સગીરોએ ભેગા મળીને સગીર બાળકી પર બળાત્કાર ગુજાર્યો હોવાની ફરિયાદ આનંદનગર પોલીસ સ્ટેશનમાં નોંધાઇ હતી. આ અંગે પોલીસે બે સગીર બાળકોની અટકાયત કરી લીધી છે. સગીરા સાથે બળાત્કાર ગુજારીને બંને સગીરોએ બાળકીને ગુપ્ત ભાગમાં ઇજા પહોંચાડી હોવાની વિગતો સામે આવી રહી છે. ટીનેજર દ્વારા થતા ગુનામાં આ પ્રકારે ગુનો થતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી. હાલ પોલીસે બાળકીને સારવારઅર્થે હોસ્પિટલ ખસેડી છે. પોલીસ સુત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે,૧૩ વર્ષની સગીર બાળા સાથે બે સગીર બાળકોએ બળાત્કાર ગુજાર્યો હોવાનુ સામે આવ્યું છે. આનંદનગર પોલીસસ્ટેશનની હદમાં આવેલા ઔડાના મકાનમાં રહેતા એક સગીરે તેના મિત્ર સાથે મળીને સગીર બાળકીનુ અપહરણ કર્યું હતું. ત્યાર બાદ તેને અવાવરૂ જગ્યાએ લઇ જઇને તેના પર બળાત્કાર ગુજાર્યો હોવાનુ સામે આવતા પોલીસે તાત્કાલિક બાળકીને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડી હતી. જ્યારે આ ગુનામાં સંડોવાયેલા બે સગીરની પોલીસે અટકાયત કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.