સમગ્ર દેશમાં ૭૦મા સ્વાતંત્ર્ય પર્વની આન, બાન અને શાનથી ઉજવણી કરવામાં આવી હતી. મોઢામાં રાષ્ટ્રપ્રેમની વાતો અને દિલમાં પ્રજાદ્રોહ, દેશદ્રોહ, ભ્રષ્ટાચાર, લાશોના ઢગલા પર રાજકારણ કરવાની લાગણી સાથે રાજકીય નેતાઓએ ભલે દેશની શાન ગણાતા ત્રિરંગાને સલામી આપી હોય પરંતુ ખરેખર દેશદાઝ તો સામાન્ય પ્રજાના દિલમાં જ રહેલી હોય છે. આથી પ્રામાણિકતાથી ટેક્ષ ભરતી પ્રજા જ સલામીને હકદાર છે. ઐતિહાસિક અહમદઆબાદ શહેરના લાલદરવાજા વિસ્તારમાંથી સ્વાતંત્ર્ય દિવસે ૪૦૦ મીટર લાંબા રાષ્ટ્રધ્વજ સાથે દેશપ્રેમીઓએ વિશાળ ત્રિરંગા રેલી કાઢી ભારે આકર્ષણ જણાવ્યું હતું.