અમદાવાદ, તા.૫
ગત જુન માસમા સરદાર સરોવર ડેમના દરવાજા બંધ કરવાની પરવાનગી આપવામા આવ્યા બાદ અમદાવાદ શહેરના ૪૮ જેટલા વોર્ડમા આવતીકાલથી મા નર્મદા રથયાત્રાનો શહેરના મેયર મેમ્કો ચાર રસ્તાથી આરંભ કરાવશે.૧૩ સપ્ટેમ્બર સુધી આ યાત્રા યોજાશે જેમા તમામ સંપ્રદાયના નાગરિકોને મોટી સંખ્યામા જોડવામા આવશે.આ અંગે મળતી માહિતી અનુસાર,જુન માસમા મળેલી બેઠકમાં સરદાર સરોવર બંધના તમામ દરવાજા બંધ કરવાની પરવાનગી આપવામા આવ્યા બાદ ૭૦ વર્ષના ઈતિહાસમા સૌ પ્રથમ વખત આ પ્રકારે આપવામા આવેલી મંજુરીને પગલે તેની ભવ્યાતિભવ્ય ઉજવણી કરવા માટે આવતીકાલ ૬ સપ્ટેમ્બરથી ૧૩ સપ્ટેમ્બર સુધી અમદાવાદ શહેરના તમામ ૪૮ વોર્ડમા આ પ્રસંગની ઉજવણી કરવાનો નિર્ણય લેવામા આવ્યો છે.અમદાવાદ શહેરના મેયર ગૌતમ શાહ આવતીકાલે શહેરના મેમ્કો ચાર રસ્તા ખાતેથી નર્મદારથને ફલેગઓફ કરાવી પ્રસ્થાન કરાવશે.અમદાવાદ શહેરના છ ઝોન હોઈ એક ઝોન દીઠ એક રથ એમ કુલ છ રથ શહેરના વિવિધ વોર્ડમા રેલી સ્વરૂપે ફેરવવામા આવશે રેલીના અંતે જાહેરસભાનુ આયોજન પણ કરવામા આવનાર છે.આ યાત્રામા શહેરના તમામ સંપ્રદાયના નાગરિકો, સાધુ સંતો અને સ્ટુડન્ટસને મોટી સંખ્યામા જોડવામા આવશે.આ રથયાત્રા દરમિયાન મોટી સંખ્યામા બાઈક તેમજ સ્કૂટર સવાર પણ જોડાશે.રથયાત્રા દરમિયાન રથમા પ્રચાર-પ્રસાર સાહીત્ય ઉપરાંત પેમ્ફલેટ, ફલેગ, વિઝીટબુક, નર્મદા સોંગ, ઓડીયો વિઝ્‌યુઅલ પ્રેઝન્ટેશનની વ્યવસ્થા કરવામા આવી છે.આ સાથે જ ૧૩થી ૧૫ સપ્ટેંબર દરમિયાન શહેરના કોતરપુર,જાસપુર સહીતના વોટર ડ્રીસ્ટીબ્યુશન સ્ટેશન અને સાબરમતી રિવરફ્રન્ટમાં રોશની કરવામા આવશે.રથ સવારે ૭ થી બપોરના ત્રણ કલાક સુધી નકકી કરેલા સ્થળોએ યાત્રા કરશે બપોરે ચાર કલાકે રથની પુજા અને આરતી કરવામા આવશે.સાંજે ૫.૧૫ કલાકે નકકી કરવામા આવેલા સ્થળો ખાતે જાહેરસભાનુ આયોજન કરવામા આવશે.