પાટીદાર અનામત  આંદોલનના તેના હાર્દિક પટેલે અમદાવાદનાં રોડ-શો યોજીને ભાજપની ચિંતા વધારી દીધી હતી. પાટીદારોના  ગઢ એવા નારણપુરા, ઘાટલોડિયા વિસ્તારમાંથી જેવી હાર્દિક પટેલની રેલી નીકળી ત્યારે મોટી સંખ્યામાં પાટીદારોએ હાજર રહી હાર્દિકને બિરદાવી લીધો હતો. ઘૂમા ગામથી નીકળેલી હાર્દિકની રેલી બોપલ, સાયન્સ સિટી જેવા વિસ્તારોમાં ફરી હતી. હાર્દિકની રેલીમાં સ્વેચ્છાએ પાટીદારો જોડાયા હતા. હાર્દિકની રેલીને લીધે મોટી સંખ્યામાં પોલીસ કાફલો રેલીના  રૂટ ઉપર ઉતારી દેવાયો હતો. ભાજપના ગઢ ગણાતા નારણપુરા, ઘાટલોડિયામાં હાર્દિકની જંગી રેલીથી ભાજપની પણ ચિંતામાં વધારો થયો છે જો કે હાર્દિકની રેલી જયાંથી પસાર થઈ તે દરેક રૂટ ઉપર હાર્દિકને જનસમર્થન મળ્યું હતું. એટલે કે ભાજપ સરકાર સામે બાંયો ચઢાવનારા હાર્દિક પટેલે રેલી સ્વરૂપે તેનું શકિતપ્રદર્શન કર્યું હતું.