અમદાવાદ, તા.૨૩
ઓલ ઈન્ડિયા ટ્રેડ યુનિયન કોંગ્રેસ (આઈટુક)ના પ્રદેશ ઉપપ્રમુખ રામસાગર સિંહ પરિહાર, અખબારી યાદીમાં જણાવે છે કે ભાજપની નરેન્દ્ર મોદી સરકારની જનતાને પાયમાલ કરનારી અને મજુર વિરોધી નીતિઓના વિરોધમાં અને કામદારો માટે ૧૨ મુદ્દાની માંગણીઓ જેવી કે જીવન જરૂરીયાતની ચીજોના ભાવ વધારો ના થવા તાકીદે પગલા ભરવા, જાહેર વિતરણ વ્યવસ્થાને કારગર રીતે લાગુ કરવા અને કમોડીની બજારમાં સટ્ટાખોરી બંદ કરવા રોજગારીના નિર્માણમાં નક્કર પગલા દ્વારા બેરોજગારીને નિયંત્રણ કરવા, કોઈ પણ જાતના અપવાદ કે છૂટછાટ વગર શ્રમિક કાયદાઓનો કડક અમલ કરવા અને મજુર કાયદાઓનેે ભંગ કરવા કે કરાવનાર સામે કડક દંડનાત્મક પગલા લેવા. તમામ કામદારોને સર્વમાન્ય સામાજિક સુરક્ષા પૂરી પાડવી ઈન્ડેકસેશનની જોગવાઈઓ સાથે માસિક રૂા. ૨૧૦૦૦થી ઓછું ન હોય તેટલું લઘુતમ વેતન દેશના કામદારોને રૂા. ૩૦૦૦ હજારથી ઓછું ન હોય તેટલું પેન્સન આપવું રાજ્ય અને કેન્દ્રના જાહેર ક્ષેત્રોમાં વિન્મેશ અને વ્યુહાત્મક વેચાણ બંધ કરવો કાયમી સ્વરૂપના કામ માટે કોન્ટ્રેક્ટ આપવાનું બંધ કરવો તથા કોન્ટ્રેક્ટ પર હોય તેવા કામદારોને પણ રેગ્યુલર કામદારો જેવું વેતન અને અન્ય લાભ સમાન કામ માટે આપવા, બોનસ અને પી એફ પરની સીલીગ અને મળવા માટેની પાત્રતા પરના નિયંત્રણો દૂર કરવા તેમજ ગ્રેજ્યુતીની રકમ વધારવી અરજી રજૂ કાર્યની ૪૫ દિવસમાં શ્રમિક સંગઠનોની નોંધણી ફરજિયાત બનાવવી તેમજ આઈ એલ ઓ ના ઠરાવ સી ૮૭ અને ૯૮ની ભલામણોનો તાકીદે અમલ કરવો, કામદાર કાયદાઓને બગાડવાનું કરવો, રેલ્વે, વિમા અને સંરક્ષણ ક્ષેત્રમાં સીધા વિદેશી રોકાણો બંધ કરવા માટે ૩૦ સપ્ટેમ્બર ૨૦૧૯ નવી દિલ્લીમાં સંસદ માર્ગમાં મળેલ ટ્રેડ યુનિયનોના રાષ્ટ્રીય કન્વેન્સ ૮ મી જાન્યુઆરી ૨૦૨૦ની હડતાલની કરેલી હાકલને સફળ બનાવવા માટે અમદાવાદમાં સંમેલન મળ્યુ હતું. જેમાં એચ એમ એસના રાષ્ટ્રીય મહામંત્રી હરભજનસિંહ સિદ્ધુ મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા. સંમેલનને ઈન્ટુકના રાષ્ટ્રીય મંત્રી અશોક પંજાબી, આઈટુક પ્રદેશ મહામંત્રી રાજકુમારસિંહ, નાયબ મહામંત્રી વિજ્ય શેનનારે ઉપપ્રમુખ રામસાગર સિંહ પરિહાર સીટુના મહામંત્રી અરૂણ મેહતા, સીએમ સીના આસીમ રાય, સેવાના ગીતાબેન કોષ્ટિ એસોસિએશન ઓફ ટ્રેડ યુનિયન સત્યવાન આદિશ્વર સહિત વિવિધ ટ્રેડ યુનિયન આગેવાનો સંબોધન કર્યું હતું.