અમદાવાદ, તા.૧૪
રાજયના અન્ય વિસ્તારોની સાથે અમદાવાદ શહેરમા પણ જુલાઈ બાદ ઓગસ્ટ માસની શરૂઆતથી સ્વાઈનફલૂના જોવા મળી રહેલા કેસ તેમજ આ રોગનો ભોગ બનીને મૃત્યુ પામનારાઓની સંખ્યા સપ્ટેમ્બરમાં પણ અટકવાનુ નામ લેતી ન હોય એમ અમદાવાદ શહેરમા છેલ્લા ૨૪ કલાકની અંદર વિવિધ હોસ્પિટલોમા સ્વાઈનફલૂના ૨૯ નવા કેસ નોંધાવા પામ્યા છે આ સાથે જ હોસ્પિટલમા સારવાર લઈ રહેલા દર્દીઓ પૈકી વધુ બે દર્દીઓના મોત થવા પામ્યા છે.આ અંગે મળતી માહિતી અનુસાર,રાજયમા જુલાઈ માસમા વિવિધ વિસ્તારોમા પડેલા ભારે વરસાદ બાદ ઓગસ્ટ માસની શરૂઆતથી જ અમદાવાદ શહેર સહિત અન્ય શહેરોમા સ્વાઈનફલૂના સંંખ્યાબંધ કેસ નોધાયેલા જોવા મળ્યા છે.અમદાવાદ શહેરમા પણ ઓગસ્ટ માસ બાદ સપ્ટેમ્બર માસના બે સપ્તાહ પુરા થવા આવ્યા છતાં હજુ સુધી તંત્ર દ્વારા કરવામા આવી રહ્યા પ્રમાણે સ્વાઈનફલૂ નિયંત્રણમા આવતો જોવા મળી રહ્યો નથી.અમદાવાદ શહેરમા સતત બીજા માસમા પણ વિવિધ વિસ્તારોમા સ્વાઈનફલૂના કેસ જોવા મળી રહ્યા છે.અમદાવાદ શહેરમા છેલ્લા ૨૪ કલાકમા નવા ૨૯ કેસ નોંધાવાની સાથે જ સારવાર લઈ રહેલા બે દર્દીના મોત થવા પામ્યા છે.શહેરની વિવિધ હોસ્પિટલોમાં હાલમા સારવાર લઈ રહેલા દર્દીઓ પૈકી ૧૧ દર્દીઓ વેન્ટીલેટર પર છે તેમજ ૨૫ દર્દી ઓકસીજન ઉપર છે.શહેરમા આવેલી અસારવા સિવિલ, સોલા સિવિલ હોસ્પિટલ સહિત અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત હોસ્પિટલોમા કુલ મળીને ૩૫૪ બેડ આઈસોલેશન વોર્ડમા રાખવામા આવ્યા છે જે પૈકી ૭૪ દર્દીઓ સારવાર લઈ રહ્યા છે.તંત્રના દાવા પ્રમાણે અત્યારસુધીમા કુલ મળીને ૨૧૫૧ દર્દીઓને રજા આપવામા આવી છે.હાઉસ ટુ હાઉસના ત્રીજા અને ચોથા રાઉન્ડમા કુલ મળીને ૨૨,૨૩૮ શંકાસ્પદ કેસ મળી આવ્યા હતા જે પૈકી બી કેટેગરીના ૫૨૮ દર્દીઓને સારવાર આપવામા આવી છે.