અમદાવાદ, તા.૧૭
અમદાવાદ મંડળ પશ્ચિમ રેલવે પર હિન્દી દિવસના ઉપલક્ષ્યમાં પુરસ્કાર વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમના પ્રારંભમાં રાજભાષા અધિકારી કાંતા છતવાનીએ સ્વાગત અભિવાદન કર્યું હતું. કાર્યક્રમના આરંભમાં મંડળ રેલ પ્રબંધક દિનેશકુમાર દ્વારા રેલ મંત્રીના સંદેશાનું તથા ફતેસિંહ મીના, અપર મુખ્ય રાજભાષા અધિકારી તથા અપરમંડળ રેલ પ્રબંધકના મહાપ્રબંધક, પશ્ચિમ રેલવેના સંદેશાનું વાંચન કર્યું હતું. મંડળ રેલ પ્રબંધકનો સંદેશ રાજભાષા અધિકારી કાંતા છતવાની દ્વારા વાંચન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગ પર ડીએફસીસીઆઈએલ અમદાવાદના ઉપમુખ્ય પરિયોજના પ્રબંધક સંપત લોહર દ્વારા કાર્યપઠન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગ પર રોચક પ્રશ્ન મંચનું પણ આયોજન કરવામાં આવ્યું. જેનું સંચાલન પી.સી.પટેલ વરિષ્ઠ અનુવાદક દ્વારા કરવામાં આવ્યું હતું. હિન્દીમાં વધારેમાં ડિરેક્શન આપવા માટે સહભાગિતા કરનાર અધિકારીઓ માટે તથા કર્મચારીઓ માટે આયોજિત હિન્દી નિબંધ, વાક, કોમ્પ્યુટર પર હિન્દી ટાઈપીંગ અને હિન્દી ટિપ્પણી આલેખન સહ સુલેખન, સ્પર્ધાના વિજેતાઓ કર્મચારીઓ ‘રાજભાષા રત્ન’ પુરસ્કાર યોજના હેઠળ અધિકારીઓ અને કર્મચારીઓ, હિન્દીમાં પ્રશંસાપાત્ર અને વધુમાં વધુ સરકારી કામ કરનાર લાઈન કાર્યાલયોના અધિકારીઓ અને કર્મચારીઓ તથા ૨૦,૦૦૦ શબ્દ લેખન પ્રોત્સાહન વિજેતા કર્મચારીઓને મંડળ રેલપ્રબંધક દ્વારા રોકડ પુરસ્કાર, પ્રશિસ્તપત્ર આપવામાં આવ્યું હતું. પ્રસંગના અધ્યક્ષ દિનેશકુમારે તેમના અભિભાષણમાં જણાવ્યું કે, આપણે બધા નૈતિક ફરજ બજાવતા ગૃહમંત્રાલય, રાજભાષા વિભાગ રજૂ વાર્ષિક કાર્યક્રમમાં બધા મુદ્દાઓ પર લક્ષ્ય મેળવી અને આગળ વધવું છે તે માટે દૃઢ પ્રતિજ્ઞ થઈને વિશેષ રૂપથી અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા રસ લઈને કોમ્પ્યુટર પર વધુમાં વધુ સરકારી કાર્ય હિન્દીમાં કરવામાં આવે એવી હાંકલ કરી હતી.
અમદાવાદ મંડળ પર રાજભાષા પુરસ્કાર વિતરણ કાર્યક્રમનું આયોજન

Recent Comments