અમદાવાદ, તા.ર૩
અમદાવાદના નવા એસ.ટી. સ્ટેશનમાંથી તગેડી મૂકાયેલા ઠંડા પાણીની લારીના પરવાનેદારોની રોજગારી પરત કરવાની માંગ છે.
ગુ.રા. એસ.ટી. લાયસન્સીસ મંડળના મંત્રી અકરમખાન પઠાણ એક નિવેદનમાં જણાવેલ છે કે છેલ્લા બે વર્ષથી ગીતામંદિર નવા એસ.ટી. બસ સ્ટેશનના ઠંડા પાણીની લારીના પરવાનેદારોને કોઈપણ વૈકલ્પિક વ્યવસ્થા વગર તગેડી મૂકી ગરીબની કમર તોડી નાંખી છે. નવા બસ સ્ટેન્ડમાં ર ટ ૪ની જગ્યા હોવા છતાં પરવાના ફાળવવામાં આવતા નથી. સરકારની ઈચ્છાશક્તિ હોય તો તાકીદે અમોને ન્યાય મળી રહે તેમ છે. ત્યાં એટીએમ માટે ર ટ ૩ની જગ્યા ફાળવી આપી છે. પ્રાઈવેટ આશાપુરા કુરિયર સર્વિસને ૩પ ટ ૬૦ની જગ્યા ફાળવી છે. જે જૂના પરવાનેદાર છે. જ્યારે અમારી માત્ર ર ટ ૪ની જગ્યા ફાળવવા માંગતા નથી. મુસાફરો. માટે ધાબા પર મૂકેલી સિન્ટેક્સની ટાંકીનું પાણી સીધું મુસાફરોને પીવડાવવામાં આવે છે. બસ સ્ટેન્ડ આધુનિક સગવડ ધરાવતી હોવા છતાં જૂની સીસ્ટમથી હાલ કોઈપણ માનવી પોતાના ઘરે કે ફ્લેટમાં આવી રીતે પાણી પીવા માટે લેતા નથી. અત્રે મજબૂરીથી પાણી મુસાફરોને પીવું પડે છે. જે પાણી અમો ઠંડુ કરી, ક્લોરીનની ગોળીઓ વગેરેનો ઉપયોગ કરી જંતુનાશક પાણી અમો મુસાફરોને પીવડાવતા હતા. જેનો પરવાનો નેસ્તનાબૂદ કરી અમોને બેરોજગાર કરી દીધા છે. જે સરકાર વિચારે અને અમોને અમારી રોજગારી પરત કરે તેવી માંગ ગુજરાત રાજ્ય એસ.ટી. લાયસન્સીસ મંડળના મંત્રી અકરમખાન પઠાણે કરી છે.