અમદાવાદ,તા. ૧૩
જાપાનના વડાપ્રધાન શિન્ઝો આબે, તેમના પત્ની અકી આબે અને દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મુલાકાતને લઇ સમગ્ર અમદાવાદ શહેરને જાણે દુલ્હનની જેમ સજાવાયું હતું. શહેરની વિશેષ ઇમારતો, તમામ બ્રીજ, રિવરફ્રન્ટ સહિતના સ્થળોએ રંગબેરંગી અને ઝળહળતી લાઇટો અને ભારતીય સંસ્કૃતિનો પરિચય કરાવતી કલા-નૃત્યો અને સંગીતના વાદ્યો, ઢોલ-નગારા, ત્રાંસા અને શરણાઇના સૂરોને લઇ શહેરભરમાં જાણે નવરાત્રિ અને દિવાળી જેવો માહોલ છવાયો હતો. તો બીજીબાજુ, અમદાવાદનો આવો અદ્‌ભુત નઝારો કયારેય જોવા ના મળ્યો હોઇ શહેરીજનો રિવરફ્ન્ટ સિદી સઈદની મસ્જિદ સહિતના સ્થળોએ ખૂબ મોટી સંખ્યામાં આ અદ્‌ભુત નઝારો જોવા ઉમટયા હતા અને બેનમૂન દ્રશ્યોને મોબાઇલમાં કંડારવા અને સેલ્ફી માટે પડાપડી કરી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી, જાપાનના વડાપ્રધાન શિન્ઝો આબે અને તેમના પત્ની અકી આબેની અમદાવાદ મુલાકાતને લઇ રાજય સરકાર અને સમગ્ર વહીવટીતંત્ર છેલ્લા કેટલાક દિવસોથી જોરદાર રીતે કાર્ય કરી રહ્યું હતું. ખાસ કરીને શહેરના જે માર્ગો પરથી આ ત્રણેય મહાનુભાવો પસાર થવાના હતા તે તમામ રસ્તાઓ યુધ્ધના ધોરણે રીપેર કરી નવા બનાવી દેવાયા હતા. તો, સમગ્ર રૂટ અને તેની આસપાસના વિસ્તારોમાં જોરદાર સફાઇ અભિયાન ચલાવાયું હતું અને એકદમ સ્વચ્છ-ચોખ્ખાઇ કરી દેવાઇ હતી. જેને લીધે એકદમ સાફસુથરા વાતાવરણના દ્રશ્યો જોવા મળ્યા હતા. તો આ ત્રણેય મહાનુભાવોની રાત્રિના સમયે રિવરફ્રન્ટ સહિતના સ્થાનોએ મુલાકાતને લઇ રિવરફ્રન્ટ, શહેરના તમામ બ્રીજ, વિવિધ ઇમારતો સહિતના સ્થળોએ રંગબેરંગી અને ઝળહળતી લાઇટો અને શણગારના સુશોભન કરાયા હતા. જેને લઇ રાત્રિના સમયે આ સ્થાનોનો નઝારો અદ્‌ભુત અને નયનરમ્ય બની રહ્યો હતો. શહેરની વિશેષ ઇમારતો, તમામ બ્રીજ, રિવરફ્રન્ટ સહિતના સ્થળોએ રંગબેરંગી અને ઝળહળતી લાઇટો અને ભારતીય સંસ્કૃતિનો પરિચય કરાવતી કલા-નૃત્યો અને સંગીતના વાદ્યો, ઢોલ-નગારા, ત્રાંસા અને શરણાઇના સૂરોને લઇ શહેરભરમાં જાણે નવરાત્રિ અને દિવાળી જેવો માહોલ છવાયો હતો. જેને લઇ શહેરીજનોમાં પણ ભારે ઉત્સાહનો માહોલ છવાયો હતો. અમદાવાદનો આવો અદ્‌ભુત નઝારો મોબાઇલમાં કંડારવા અને સેલ્ફી લેવા માટે નગરજનોએ ખાસ કરીને યુવાવર્ગે પડાપડી કરી હતી. તમામ મહાનુભાવો આવવાના સમય પહેલાં પ્રોટોકોલના ભાગરૂપે રસ્તા બંધ કરી દેવાયા હોઇ શહેરીજનોએ તે પહેલાં અને મહાનુભાવોની વિદાય બાદ આ સ્થળોએ ખાસ મુલાકાત લઇ નઝારાનો લ્હાવો માણ્યો હતો.

 

અમદાવાદની રોશની શહેરીજનો ૧૭ સપ્ટેમ્બર સુધી નિહાળી શકશે
વડાપ્રધાન નરેન્દ્ર મોદી તથા જાપાનના વડાપ્રધાન શિન્જો અબેની શહેરની મુલાકાત દરમિયાન તેઓને આવકારવા શહેરમાં જુદા જુદા બિલ્ડીંગો, સર્કલો અને રોડ રસ્તા-બ્રીજ તેમજ સાબરમતી રિવરફ્રન્ટ સહિતના વિવિધ સ્થળો પર અત્યાધુનિક ટેકનોલોજી સાથેની કરવામાં આવેલ રોશની નગરજનોની લાગણી અને માગણીને લઈ તા.૧૭/૯/ર૦૧૭ સુધી નગરજનો નિહાળી શકે તે માટે ચાલુ રાખવામાં આવશે.
મેયર ગૌતમ શાહે શહેરની અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે વિવિધ સ્થળ, બિલ્ડીંગ, સર્કલ, રિવરફ્રન્ટ, બ્રિજ-અંડરપાસ વગેરે જગ્યાએ હાઈ ટેકનોલોજી સાથેની પિક્સલ પ્રોગ્રામેબલ ઈમેજ સાથેની સુંદર રોશની કરવામાં આવેલ. જેમાં ખાસ કરીને ફ્લેગ કલર અને મલ્ટી કલર બેઝ થીમ આધારિત રોશની કરવામાં આવેલ છે.
રોશનીના સ્થળોની સૂચિત જગ્યાઓ અંગેની વિશેષ માહિતી નીચે મુજબ છે :
• ગાંધી આશ્રમ, સિદી સઈદની જાળી, હયાત હોટલ, સાયન્સ સિટી જેવા ચાર સ્થળો પર તથા દિનબાઈ ટાવર અને અગાસીએના આજુબાજુ વિસ્તારમાં.
• એરપોર્ટ, ઈન્દિરાબ્રિજ, સુભાષબ્રિજ, આર.ટી.ઓ., રૂપાલી, ઓએનજીસી, એનએફડી અને ભાડજ વગેરે સહિત ૯ જેટલા સર્કલો પર.
• શહેરના સુભાષબ્રિજ, દધિચીબ્રિજ, ગાંધીબ્રિજ, નહેરૂબ્રિજ, એલીસબ્રિજ, સરદારબ્રિજ, ચીમનભાઈ બ્રિજ અને ઈન્દિરા બ્રિજ સહિત ૮ બ્રિજ અને થલતેજ અંડરપાસ અને અખબારનગર અંડરપાસ.
• સાબરમતી રિવરફ્રન્ટની ખાતે બંને સાઈડના ૧૯ કિમી જેટલા રોડ સહિત ગાંધી આશ્રમથી સરદાર બ્રિજ સુધીના પશ્ચિમ અને પૂર્વ બંને બાજુના ૬-૬ કિમીના લોઅર વોક વે તેમજ પૂર્વ બાજુએ ફૂલ બઝારથી શાહીબાગ ડફનાળા સુધીના ૭ કિમીના રોડ પર.
• અંદાજે ૧૦ કિમીના ૬ જુદા જુદા રોડ કે જેમાં એરપોર્ટથી ઈન્દિરાબ્રિજ, લેમન ટ્રીથી અગાસીએ હોટલ, પાંજરાપોળથી આઈઆઈએમ બ્રિજ, કલ્યાણ પુષ્ટી હવેલીથી હયાત હોટલ, સિંધુ ભવન અને સાયન્સ સિટી રોડ વગેરે રોડ સમાવિષ્ટ છે.
• ટાઉન હોલ, ટાગોર હોલ, અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન કચેરી, દાણાપીઠ, વી.એસ.હોસ્પિટલ બિલ્ડીંગ, એમ.જે.લાયબ્રેરી બિલ્ડીંગ, સાકાર બિલ્ડીંગ વગેરે જુદા જુદા બિલ્ડીંગો ઉપર.
• જુદા જુદા ૧ર બીઆરટીએસ બસસ્ટોપ પર • ફ્રેન્ચ વેલ અને ફૂટન સાથેની લાઈટીંગ