અમદાવાદ, તા.ર૬
પશ્ચિમ રેલવે દ્વારા આગામી તહેવારો દરમિયાન પ્રવાસીઓની વધતી સંખ્યા અને તેમની સુવિધા માટે અમદાવાદથી ઉપડતી ૧૯૪૦૩/૧૯૪૦૪ અમદાવાદ-સુલતાનપુર તથા ૧૯૪ર૧/૧૯૪રર અમદાવાદ-પટણા એક્સપ્રેસ ટ્રેનોમાં એક એક સામાન્ય શ્રેણીના તથા થર્ડ એસી શ્રેણી કોચ જોડવામાં આવી રહ્યા છે. તે ઉપરાંત ટ્રેન નંબર ૧૯૪૦૩ અમદાવાદ-સુલતાનપુર એક્સપ્રેસમાં તારીખ ર૬ સપ્ટેમ્બરથી ર૪ ઓક્ટોબર સુધી અમદાવાદથી તથા ર૭ સપ્ટેમ્બરથી રપ ઓક્ટોબર સુધી સુલતાનપુરથી એક સામાન્ય શ્રેણી અને એક થર્ડએસી કોચ જોડાશે. તથા આ પ્રકારે ટ્રેન નં.૧૯૪ર૧ અમદાવાદ-પટણા એક્સપ્રેસમાં તારીખ ૦૧ ઓક્ટોબરથી ર૯ ઓક્ટોબર સુધી અમદાવાદથી તથા ૦૩ ઓક્ટોબરથી ૩૧ ઓક્ટોબર સુધી પટણાથી એક સામાન્ય શ્રેણી અને એક થર્ડ એસી કોચ વધારાનો જોડવામાં આવશે. આ સમયગાળા દરમિયાન આ ટ્રેન ર૦ કોચ સાથે દોડશે તેમ પશ્ચિમ રેલવેની એક અખબારી યાદીમાં જણાવ્યું છે.