Ahmedabad

પેટ્રોલમાં વધતા જતા ભાવથી વાહનચાલકો ત્રસ્ત, અમદાવાદમાં રૂા.૭૬.૬૭

અમદાવાદ,તા.૨૦
દિવસેને દિવસે પેટ્રોલના ભાવમાં વધારો ઝીંકવામાં આવ્યો છે ત્યારે દિલ્હીમાં પેટ્રોલનો ભાવ ૭૭.૨૮ રૂપિયા અને મુંબઈમાં ૮૦.૨૨ રૂપિયા પ્રતિ લીટર થયો છે. આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડના ભાવ અને ડૉલરના મુકાબલે રૂપિયામાં ઉતાર-ચઢાવને લઇને ભાવ વધારો થયો છે.
નવા ભાવ દરરોજ ભાવમાં વધારા ધટાડાને લઇને વાહનચાલકોને મુશકેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ગુજરાતની વાત કરીએ તો ગુજરાતના મોટા શહેરોમાં પણ પેટ્રોલ અને ડિઝલના ભાવમાં ધરખમ વધારો કરવામાં આવ્યો છે.
પેટ્રોલના ભાવમાં છેલ્લા ૧૮ દિવસમાં ૧ રૂપિયાનો વધારો ઝીંકાયો છે. પેટ્રોલ અને ડિઝલના ભાવની વાત કરીએ તો અમદાવાદમાં પેટ્રોલનો ભાવ .૭૬.૬૭ રૂપિયા અને ડિઝલ ૭૪.૦૭ રૂપિયા છે.
સુરતમાં પેટ્રોલના ભાવ ૭૬.૮૩ રૂપિયા અને ડિજલ ૭૪.૨૫ રૂપિયા, વડોદરામાં પેટ્રોલના ભાવ ૭૬.૧૪ રૂપિયા અને ડિજલ ૭૩.૬૪ રૂપિયા છે.
જ્યારે જામનગરમાં પેટ્રોલનો ભાવ ૭૬.૩૫ અને ડિજલ ૭૩.૮૫ રૂપિયા છે. ત્યારે રોજ-રોજ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ભડકો થતા શહેરીજનોમાં રોષ જોવા મળી રહ્યો છે.