અમદાવાદ, તા.ર
દિવાળીને આડે હવે ગણતરીના દિવસો છે ત્યારે અમદાવાદમાં વધતા જતા પ્રદૂષણનાં કારણે શ્વાસની બિમારીના દર્દીઓમાં ૨૫ થી ૩૦% નો વધારો થયો છે. ત્યારે હવે ડોક્ટરર્સ પણ કહી રહ્યા છે કે વર્તમાન સમયમાં સાંજના સમયે વોક માટે નીકળવું નુકશાનકારક નીવડી શકે છે. દિલ્હીના પ્રદુષણથી તો સૌ કોઈ વાકેફ છે. પરંતુ જો અમદાવાદ શહેરની વાત કરીએ તો પણ દિલ્હી જેવી હાલતથી આપણે દૂર નથી રહ્યા. અમદાવાદની હવા પણ હવે ચોખ્ખી રહી નથી. ઔદ્યોગિક વિકાસની ઘેલછામાં પર્યાવરણને સીધું નુકશાન થઇ રહ્યું છે. ત્યારે અમદાવાદમાં પર્યાવરણનો ઈન્ડેક્ષ ૨૨૪ સુધી પહોંચી ગયો છે. આ ઈન્ડેક્ષ વધવાના કારણે વયોવૃદ્ધો અને શ્વાસની બિમારીઓના દર્દીમાં વધારો થયો છે. અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં શ્વાસની બિમારીના દર્દીઓની સંખ્યામાં ૨૫ થી ૩૦%નો વધારો થયો છે. સિવિલ હોસ્પિટલ ફિજીશીયન ડો. આર.એન. સોલંકીએ મીડિયાને જણાવ્યું કે, સામાન્ય સંજોગોમાં જયારે-જયારે શિયાળાની શરૂઆત થાય છે, એટલે કે આપણા વાતાવરણમાં ઠંડકનું પ્રમાણ હોય છે. પલ્સ આજકાલ હવે જે પ્રદૂષણ કહેવાય કે મોટરવહિકલના ધુમાડા અને રજકણો ફેફ્સાઓમાં શ્વાશની તકલીફ જોવા મળે છે, જે અમારી ભાષામાં બ્રોન્કાઇટીસ અથવા અપર સ્પિલ્ટર ઇન્ફેક્શન કહીએ છીએ, દર્દીને વારંવાર ખાંસી આવે છે શરદી થાય છે અને સામાન્ય સંજોગોમાં જે જૂના દર્દી હોય તેની સિઓપીડી હોય અસ્થમાં હોય એવા દર્દીને આનો ઉથલો મારે છે અને અને એનું પ્રમાણ ૨૫થી ૩૦% જેટલું વધારે જોવા મળે છે. પ્રદુષણનો આ ઈન્ડેક્ષ છેલ્લા ઘણા દિવસથી જોખમ ઉપર ચાલી રહ્યો છે, ત્યારે આવા સમયમાં નાના બાળકો, અને વયોવૃદ્ધોની સાથે શ્વાસની બિમારીથી પીડાતા લોકોએ સાંજના સમયે બહાર નીકળવાનું ટાળવાની સલાહ ડોક્ટર્સ આપી રહ્યા છે. કારણ કે, વાતવરણમાં પ્રદૂષણનું પ્રમાણ સાંજે વધારે જોવા મળે છે ત્યારે ડોક્ટર્સ કહી રહ્યા છે કે, લોકોએ મોર્નિંગ વોક કરવી જોઈએ, પરંતુ ઇવનિંગ વોક કરવાનું ટાળવું જોઈએ. સિવિલ હોસ્પિટલ ફિજીશીયન ડો. આર.એન. સોલંકીએ વધુમાં જણાવ્યું કે, સવારની જે ચોખ્ખી હવા જે હોય છે, એવું વાતાવરણ દર્દીને અનુકૂળ હોય છે. પરંતુ સાંજના સમયે જયારે વાતારણમાં ધૂળિયું વાતાવરણ હોય એવા સંજોગોમાં દર્દીને શ્વાસની તકલીફ હોય ફેફસાની તકલીફ હોય એમણે ઇવનિંગ વોક લેવાનું ટાળવું જોઈએ.