શાહઆલમ 

દાણીલીમડા 

જમાલપુર 

રાયખડ 

ઢાલગરવાડ

ગોમતીપુર 

રખિયાલ

પાંચકૂવા 

મિરઝાપુર 

પીરમહંમદશા રોડ

કાલુપુર ટાવર 

જુહાપુરા

ખાસ બજાર

આસ્ટોડિયા

એનઆરસી અને સીએએ જેવા કાળા કાયદાનો વિરોધ કરવા ગુરૂવારે અમદાવાદ બંધનું એલાન આપવામાં આવ્યું હતું. સવારથી જ તમામ મુસ્લિમ વિસ્તારોએ ઈતિહાસમાં કરફયુ સિવાય કયારેય બંધ ન રહયા હોય તેવો સજ્જડ બંધ પાળી વિરોધ દર્શાવ્યો હતો. નાની મોટી દુકાનો, લારી, ગલ્લા, પથારા બંધ રહ્યા હતા. અમદાવાદના હાર્દસમાન પાનકોરનાકા ઢાલગરવાડના વેપારીઓએ પણ સજ્જડ બંધ પાળ્યો હતો. અલ્પસંખ્યક નાગરિક અધિકાર મંચે માત્ર અમદાવાદ શહેર બંધનું એલાન આપ્યું હતું. પરંતુ એનઆરસી અને સીએએથી દાઝેલા અન્ય શહેરના લોકોએ પણ બંધને ટેકો આપતા બંધનો વ્યાપ વિસ્તર્યો હતો. અમદાવાદ શહેરના શાહેઆલમ, દાણીલીમડા, બહેરામપુરા, જુહાપુરા, વટવા, નારોલ, કાલુપુર, દરિયાપુર, શાહપુર, જમાલપુર, રાયખડ, લાલદરવાજા, રખિયાલ, ગોમતીપુર સહિતના અનેક વિસ્તારો બંધ રહ્યા હતા એ તો ઠીક રોજનું કમાઈ રોજ ખાતા રીક્ષાચાલકો પણ બંધમાં જોડાતા રસ્તાઓ પર પણ પાંખી હાજરી વર્તાતી હતી.
(તસવીરો : રફીક શેખ)