અમદાવાદ શહેરને જુલાઈ માસમાં વર્લ્ડ હેરિટેજ સિટીનો દરજજો આપવામાં આવ્યો હતો. ત્યાર બાદ શુક્રવારે શહેરને વિધિવત રીતે સર્ટિફિકેટ આપીને અમદાવાદ શહેરને વર્લ્ડ હેરિટેજ સિટી જાહેર કરી દીધું હતું. અમદાવાદમાં વર્લ્ડ હેરિટેજ સિટીનું સર્ટિફિકેટ યુનેસ્કોના ડાયરેકટર ઈરિના બોકોવાએ મુખ્યમંત્રી વિજય રૂપાણીને આપ્યું હતું. અમદાવાદ આવેલા ઈરિના બોકોવાએ શહેરનો ભદ્રનો કિલ્લો અને સિદ્દી સૈયદની જાળીવાળી મસ્જિદની મુલાકાત લીધી હતી.