હિંમતનગર, તા.૧૦
સાબરકાંઠા જિલ્લામાં હિંમતનગરના પ્રવાસે ગુરૂવારે નવા સર્કિટ હાઉસ ખાતે કાર્યકરોને મળવા માટે આવેલા કોંગ્રેસના અગ્રણી નેતા શક્તિસિંહ ગોહિલે શંકરસિંહ પર આકરા પ્રહારો કર્યા હતા કે મોંઢુ કોઇનું છે અને શબ્દો કોઇના છે. મેં મારી જવાબદારીઓ નિભાવી છે અને તેના પર હું કાયમ છું.
સર્કિટ હાઉસ ખાતે જિલ્લા પ્રમુખ ગોપાલસિંહ રાઠોડ, પ્રાંતિજ-તલોદના ધારાસભ્ય મહેન્દ્રસિંહ બારૈયા સહિત જિલ્લા કોંગ્રેસના હોદ્દેદારો, તાલુકા પંચાયત જિલ્લા પંચાયતના હોદ્દેદારો સહિત કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા અને શક્તિસિંહ ગોહિલ સાથે મહેન્દ્રસિંહ બારૈયાનું સન્માન કર્યું હતું તો બીજી તરફ શંકરસિંહ વાઘેલાએ આજે કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા અને અહમદ પટેલની જીત પર પણ સવાલો ઉઠાવ્યા હતા અને કોંગ્રેસ પણ વળતા પ્રહાર કર્યા હતા. તેની સામે કોંગ્રેસી અગ્રણી શક્તિસિંહ ગોહિલે શંકરસિંહ વાઘેલાને આજીવન આદરણીય ગણ્યા હોવાનું જણાવી કહ્યું હતું કે તેઓનો ચહેરો છે પણ શબ્દો બીજાના છે એટલે એ આક્ષેપો પર વિચારવા જેવું નથી તો શંકરસિંહ અહમદભાઇની જીત પર કોંગ્રેસ હાલ ખુશ છે તે માત્ર ચાર દિવસની જ છે અને ષડયંત્ર ભરી જીત મેળવી હોવાના આક્ષેપ કરતા સવાલ પર પણ શક્તિસિંહે જણાવ્યું હતું કે અમે કોઇ ષડયંત્ર કર્યુ નથી. આપ હાઇકોર્ટ કે સુપ્રીમ કોર્ટમાં જઇ શકો છો, એવો ખુલ્લો ચેલેન્જ પણ શંકરસિંહને આપી હતી સત્યનો જ વિજય રહેશે એમ પણ જણાવ્યું હતું. મને બાપુ માટે ખૂબ માન છે માટે હું નકારાત્મકત વાત બાપુ માટે નહીં કરું પણ અમારી જીત એ સત્યની જીત છે અને રહેશે એમ પણ કહું છુ તો શંકરસિંહે કહ્યું હતું કે શક્તિસિંહે કાયદો તોડ્યો હોવાના આક્ષેપના પણ શક્તિસિંહે ખુલાસા કર્યા હતા અને કહેલ કે મેં કોઈ કાયદાનું ઉલ્લંઘન કર્યું જ નથી. શક્તિસિંહ ગોહિલે કાર્યકરો સામે કર્ણાટકના રાજ્યપાલ વજુભાઈ વાળાનો આભાર માન્યો હતો અને કહ્યું કે તેઓ એ અમને સાંભળ્યા અને તટસ્થ રહ્યા. બાપુ અને ગયેલા ધારાસભ્યો સાથે અમારે કોઈ લડાઈ નથી. પરંતુ સચ્ચાઈની જીત પરેશાનીઓ વચ્ચે થઈ છે.પાર્ટી ના કહેશે તો હું ચૂંટણી પણ નહી લડું એ વિચાર ધારા સાથે પક્ષને વરેલો છું.