(એજન્સી) ઈસ્લામાબાદ, તા.૭
પાકિસ્તાનના નવા વિદેશમંત્રી ખ્વાજા મોહંમદ આસિફે કહ્યું કે, પાકિસ્તાન હંમેશાથી ભારતની સાથે સારા સંબંધો ઈચ્છે છે પરંતુ ભારત તરફથી કોઈ પોઝિટિવ રિસ્પોન્સ મળ્યો નથી. આસિફે આ વાત વિદેશમંત્રી બન્યા બાદ પ્રથમવાર રવિવારે કરવામાં આવેલ પ્રેસ-કોન્ફરન્સ દરમ્યાન કરી હતી. તેમણે કહ્યું પાકિસ્તાન આ સમયે શાંતિના પ્રયત્નો કરી રહ્યું છે, આ સમય છે ભારતે આરોપ લગાવવાનું બંધ કરી સારો રિસ્પોન્સ આપવો જોઈએ.
આસિફે પોતાની પ્રેસ-કોન્ફરન્સમાં ફરી એકવાર કાશ્મીરનો મુદ્દો પણ ઉઠાવ્યો. તેમણે કહ્યું કે, કાશ્મીરના લોકો આત્મં નિર્ણયના અધિકાર માટે લડાઈ લડી રહ્યા છે જે તેમણે સંયુકતરાષ્ટ્રના સંકલ્પોના માધ્યમથી ‘‘આશ્વાસન આપ્યું હતું. તેમણે કહ્યું કે, પકિસ્તાન તેમના બોર્ડરની રક્ષા કરવામાં સક્ષમ છે પરંતુ અમે લોકો શાંતિથી કાશ્મીર મુદ્દે નિવારણ ઈચ્છીએ છીએ. આસિફે કહ્યું કે, પાકિસ્તાન આતંકવાદ વિરૂદ્ધ લડી રહ્યું છે. પાકિસ્તાનની સેનામાં આતંકીઓ પર કાર્યવાહી પૂરઝડપે ચાલી રહી છે. તમને જણાવી દઈએ પાકિસ્તાનનું આતંકવાદ પર ભાષણ એ સમયે આવ્યું છે જ્યારે અમેરિકાના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર (NSA) જનરલ એચ.આર.મેકમાસ્ટરે પાકિસ્તાનને ટ્રમ્પનું સખત સંદેશ મળ્યું છે. જેમાં તેમણે પાકિસ્તાનથી કહ્યું હતું કે, તેઓ તાલિબાન, હક્કાની નેટવર્ક અને તેના જેવી બીજી આતંકી સંગઠનોને મદદ પહોંચાડવાની ‘ડોગલી નીતિ’ને બદલે કારણ કે આનાથી પાકિસ્તાનને જ ભારે નુકસાન થઈ રહ્યું છે.