(એજન્સી) ન્યુયોર્ક, તા.૧પ
ઈરાન પર અમેરિકાએ લગાવેલા પ્રતિબંધોને જે દેશો અનુકૂળ બની ક્રૂડ ખરીદવાનું બંધ નહીં કરે તેવા દેશો સામે અમેરિકા સખત કાર્યવાહી કરવા માટેની તૈયારી કરી રહ્યું છે તેમ ટ્રમ્પ વહીવટીતંત્રના એક ઉચ્ચ અધિકારીએ જણાવ્યું હતું.
મૂળ ભારતીય અમેરિકન આસિસ્ટન્ટ સેક્રેટરી સ્ટેટ ફોર ઈકોનોમી મનીષા સીંગે કહ્યું કે જે દેશો અમેરિકાને મદદરૂપ બની અનુકૂળ નહીં બને તેવા દેશોને અમે પાછળ મૂકી દઈશું. કોંગ્રેસની બેઠકને સંબોધતા તેમણે આ મુજબ જણાવ્યું હતુંં. યુએસએ ભારતને ૪ નવેમ્બર સુધી ઈરાન ક્રૂડ પાસેથી ખરીદવાનું બિલકુલ બંધ કરી દેવા જણાવ્યું છે. ત્યારબાદ તેનો અમલ નહીં કરનાર દેશો પર પ્રતિબંધો લાદવામાં આવશે. જેમાં કોઈ છૂટછાટ નહીં અપાય. ઈરાક અને સઉદી બાદ ઈરાન ભારતને ક્રુડ વેચનાર ત્રીજો મોટો દેશ છે. ઈરાને ૧૮.૪ મિલિયન ટન ક્રૂડ છેલ્લા દશ માસમાં ભારતને પૂરૂં પાડ્યું છે. અમે ચીન સહિત તમામ દેશોને ઈરાનથી ક્રૂડની ઝીરો આયાત માટે સમજાવી રહ્યા છીએ. જ્યાં સુધી અમે વૈશ્વિક સમાજ તરીકે કામ નહીં કરીએ ત્યાં સુધી ઈરાનનું વર્તન સુધરવાનું નથી.