(એજન્સી)
વોશિંગ્ટન, નવી દિલ્હી, તા.પ
અમેરિકા ભારત અને ઈરાક જેવા દેશો માટે ઈરાનિયન તેલના વિકલ્પો શોધવા વિશેષ રીતે વિચારી રહ્યો છે. વ્હાઈટ હાઉસના પ્રવક્તાએ કહ્યું. એમણે પોતાની ચેતવણીને દોહરાવતા કહ્યું કે ઈરાન દ્વારા તેલની ખરીદી ૪ નવેમ્બર સુધી શૂન્ય થવી જોઈએ અથવા એમના ઉપર પ્રતિબંધો મૂકીશું. અમેરિકાના એનએસએએ કહ્યું કે અમે ભારતના અધિકારીઓ સાથે ઈરાન પાસેથી તેલની ખરીદી બાબતે વાતચીત કરી રહ્યા છીએ.
એનએસએ બોલ્ટને કહ્યું કે અમે જે કહીએ છીએ એમાંથી એક વાત મહત્ત્વપૂર્ણ છે કે ભારત, ઈરાક અથવા અન્ય દેશ હોય જે ઈરાન પાસેથી તેલ ખરીદતા આવ્યા છે. એમના વિશે અમે વિશેષ રીતે વિચારો કરી રહ્યા છીએ. એમના માટે વૈકલ્પિક વેચાણનારાઓ શોધી રહ્યા છે જેથી એમને તેલનો પુરવઠો મળતો રહે.
આ વાત એમને મદદ કરશે. આ કંઈક જુદુ છે. હકીકત છે કે ઓબામા શાસન આ બધું કરતો ન હતો અને અમારા મતે આ વલણથી એશિયાના દેશોને અને સરકારોને મદદ મળશે.
બોલ્ટન મુજબ ઈરાન ઉપર બીજા તબક્કાના પ્રતિબંધો ૪થી નવેમ્બરથી લાગુ પડશે. ટ્રમ્પ સરકારનો પ્રયાસ છે કે ઈરાન ઉપર વધુ દબાણો ઊભા કરવામાં આવે. અમારો ધ્યેય છે કે પ્રતિબંધોમાંથી કોઈપણ મુક્તિ આપવામાં નહીં આવશે.
હું એમ નથી કહેતો કે અમે આ ધ્યેય હાંસલ કરીશું જ. પણ કોઈ પણ દેશ અમારા ઉદ્દેશ્ય બાબત ભ્રમમાં નહીં રહે.
આ ઓબામા સરકાર નથી. આ સંદેશો ફક્ત ઈરાક માટે નહીં પણ બધા માટે છે. અમે છૂટછાટો અને મુક્તિ નથી આપતા અમારી ચેતવણીને હળવાશથી નહીં લેવા માટે પણ એમણે કહ્યું હતું.