(એજન્સી) તા.૧પ
અમેરિકાએ પાકિસ્તાનમાં ડ્રોન વડે હુમલો કરી તહરીક-એ-તાલિબાનના નવા કમાન્ડર ફઝલ ઉલ્લાહને મારી નાખ્યો હતો. આ પહેલા પણ નવેમ્બર ર૦૧૩માં પણ અમેરિકાએ આ પ્રકારના હુમલા વડે તહરીક-એ-તાલિબાન પાકિસ્તાન (ટી.ટી.પી.)ના હાકિમુલ્લા મસઉદની હત્યા કરી હતી. અહેવાલ પ્રમાણે આ હુમલો ૧૩ જૂને કરવામાં આવ્યો હતો પરંતુ તે સમયે કમાન્ડર ફઝલ ઉલ્લાહના મૃત્યુની ખાતરી કરવામાં આવી ન હતી. શુક્રવારે એક અમેરિકન ન્યુઝ એજન્સીએ કમાન્ડરના મૃત્યુની ખાતરી કરી હતી. અહેવાલો પ્રમાણે અમેરિકાને માહિતી મળી હતી કે પાકિસ્તાન સરહદ પર તહરીક-એ-તાલિબાનનો નવો કમાન્ડર તેના કેટલાક સહયોગીઓ સાથે સક્રિય છે. માહિતી મળતાની સાથે જ અમેરિકાએ ડ્રોન વડે હુમલો કરી ફઝલ ઉલ્લાહને મારી નાખ્યો હતો. ફઝલ ઉલ્લાહ ૩૯ વર્ષનો હતો અને તેણે ઈસ્લામિક વિશ્વ વિદ્યાલયમાં અભ્યાસ કર્યો હતો.