અમરેલી, તા.૨૩
ભાજપના દિગ્જ નેતા, સહકારી ક્ષેત્રના મોભી અને તાજેતરમાં મહત્ત્વની સહકારી સંસ્થા ગુજકોમાસોલના સંચાલન ચેરમેનની જેને જવાબદારી સોંપાઈ છે. તેવા દિલીપ સંઘાણી આગામી તા.૨૬ અને ૨૭ ઓગસ્ટ ૨૦૧૭ના અમેરિકા ખાતે ફીસાના ફેડરેશન ઓફ ઈન્ડિયન-અમેરિકન સિનિયર સિટીઝન અસોસિએશન ઓફ અમેરિકા દ્વારા આયોજિત આંતરરાષ્ટ્રીય કાર્યક્રમના મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહેશે. ન્યુજર્સી ખાતે આયોજિત ફીસાનો આ કાર્યક્રમ ઐતિહાસિક બની રહેશે. જેનું મુખ્ય કારણ એ છે કે, કાર્યક્રમથી ગુજરાતન્’ાી સંસ્કૃતિ અને સંસ્કારના સમન્વય દ્વારા રાષ્ટ્રવાદને બળવતર બનાવવા અને તેની ઝલક સમગ્ર વિશ્વ નીહાળી શકે તેવા પ્રયાસરૂપ ‘વિશ્વ ગુજરાતી પરિષદ’ આંતરરાષ્ટ્રીય સંસ્થાની સ્થાપના કરવામાં આવશે.