(એજન્સી) ઓહ્યો, તા.૭
અમેરિકાના એક શહેરની મોટી ઈમારતમાં એ વખત હડકંપ મચી ગયો જ્યારે ત્યાં એક શખ્સે અંધાધૂંધ ફાયરીંગ શરૂ કરી દીધી. આ ઘટનામાં ત્રણ લોકોનાં મોત થયા જ્યારે સંદિગ્ધ હુમલાવરને ઠાર કરાયો હતો. આ ઘટના એક બેંકમાં બની.
આ ઘટના ઓહ્યોના સિનાસિનાટી શહેરની છે જ્યાં ગોળીબારમાં હુમલાવર સહિત ચાર લોકોનાં મોત થયા, જ્યારે પાંચ લોકો ગંભીર રીતે ઘાયલ થયા. સિનાસિનાટી પોલીસ વિભાગે આ ઘટનાના સંબંધમાં ટ્‌વીટ કરીને જણાવ્યું કે આ હુમલામાં પાંચ લોકો ઘાયલ થયા જ્યારે ત્રણ લોકોનાં મોત થયા હતા અને સંદિગ્ધ હુમલાવરને પણ ઠાર કરાયો હતો. સમાચાર એજન્સીઓ મુજબ આ ઘટના ૩૦ માળની ઈમારતમાં થઈ. આ ઈમારતમાં પ૩માં માળે બેંક અને અન્ય ઓફિસ છે. પોલીસે જણાવ્યું કે બંદૂકધારી હુમલાવર ગોળીબાર કરતો બેંકની લોબીમાં ઘૂસી ગયો. જો કે આ ઘટનામાં હજી સુધી સ્પષ્ટ નથી થયું કે શું બંદૂકધારીએ ખુદને ગોળીમારી કે પછી પોલીસકર્મીએ તેને ઠાર કર્યો. હુમલાવરની ઓળખ ર૯ વર્ષીફ ઓહ્યો નિવાસી પ્રેજના રૂપમાં થઈ છે. આ ઘટના બાદ આખી ઈમારતમાં ભય છવાયેલો છે. પોલીસે બધા મૃતદેહને કબજામાં લઈ પીએમ માટે મોકલી દીધા છે. હુમલાની તપાસ કરવામાં આવી રહી છે.