(એજન્સી) ઓરેગોન, તા.ર૧
અમેરિકાના ઓરેગોન રાજ્યમાં આવેલા ક્રેટર સરોવરમાં ડૂબી જવાથી ર૭ વર્ષના એક ભારતીય વિદ્યાર્થીનું મોત થયું હતું. ક્રેટર લેક નેશનલ પાર્ક ખાતે જાણીતા રિક્રિએશન સ્પોર્ટ જમ્પીંગ રોક પરથી સુમેધ મન્નાર નામના ભારતીય વિદ્યાર્થીએ સરોવરમાં કૂદકો લગાવ્યો હતો. ત્યારબાદ તે પાણીમાંથી બહાર આવી શક્યો ન હતો. ક્રેટર લેકના પ્રવકતા માર્શ મેકલેએ કહ્યું કે, ભારતીય વિદ્યાર્થીએ સરોવરમાં કૂદકો માર્યા બાદ તે ડૂબી ગયો હતો. તે ઓરેગોન યુનિવર્સિટીનો ગ્રેજ્યુએટ વિદ્યાર્થી હતો. જે વિખ્યાત સ્પોટ છે તેના પર કોઈ પ્રતિબંધો નથી. ઉનાળામાં સરોવરનું તાપમાન ૧૩ ડિગ્રી હોય છે. સરેરાશ ૩ ડિગ્રી હોય છે જ્યાં કલીટવુડ કોચથી તરવાની મંજૂરી છે. યુવક કેવી રીતે ડૂબી ગયો તે હજુ શોધી શકાયું નથી. સરોવરની ઊંડાઈ ૧ર૦૦ ફૂટ છે. મૃતક વિદ્યાર્થી મન્નારનો મૃતદેહ ૯૦ ફૂટ નીચેથી બચાવદળે શોધી કાઢયો હતો.