(એજન્સી) વૉશિંગ્ટન,તા.૪
ભારત સાથે શાંતિ મંત્રણા કરવા માટે પાકિસ્તાને અમેરિકાને મદદ કરવાની અપીલ કરી છે. અમેરિકાની મુલાકાતે ગયેલા પાકિસ્તાનના વિદેશ પ્રધાન શાહ મહમૂદ કુરેશીએ ભારત અને પાકિસ્તાન વચ્ચે બેઠક કરાવવા માટે અમેરિકાને પોતાની ભૂમિકા અદા કરવા ભલામણ કરી છે. તેમણે કહ્યું કે, બન્ને દેશ વચ્ચે બેઠક કરવામાં નહીં આવે તો તણાવ વધી શકે છે. બન્ને દેશ વચ્ચે દ્વિપક્ષીય વાતચીત બંધ છે.
પાકિસ્તાન સરહદ પર ધ્યાન રાખીને બેઠુ છે. જો કે, પાકિસ્તાનની ભલામણનો અમેરિકાએ અસ્વિકાર કર્યો છે. કુરેશીએ કહ્યું કે, અમેરિકા મધ્યસ્થી નહીં કરે તો એશિયાઈ દેશોમાં તણાવ વધી શકે છે. કુરેશીએ ભારતે કરેલી સર્જિકલ સ્ટ્રાઈકને કથિત ગણાવી હતી. ભારતમાં સર્જિકલ સ્ટ્રાઈકનો મુદ્દો ચૂંટણી નજીક આવતા ઉઠાવવામાં આવી રહ્યો છે. સર્જિકલ સ્ટ્રાઈકનો મુદો ચૂંટણીલક્ષી છે. ભારત સાથે પાકિસ્તાનની ઈમરાનખાનની સરકાર વાતચીત કરવા તૈયાર છે પરંતુ ભારત પાકિસ્તાન સાથે વાતચીત કરવા તૈયાર નથી.