(એજન્સી) તા.૧૫
આજથી ૩૦ વર્ષ પૂર્વે ડિસેમ્બરમાં અમેરિકા અને ચીન વચ્ચે વિદ્વાનોનું આધુનિક વિનિમય કાર્યક્રમ શરુ થયો હતો ત્યારથી ચીનના શિક્ષણવિદોનું ભૌતિક વિજ્ઞાન, એન્જિનિયરીંગ અને ગણિતશાસ્ત્રમાં પ્રસિદ્ધ થતા પ્રકાશનોમાં સૌથી વૈશ્વિક યોગદાન જોવા મળ્યું છે. શૈક્ષણિક સહયોગ ઘટાડવાના અમેરિકાના તાજેતરના પ્રયાસો આ પ્રવાહને બદલનાર નથી.
દાયકાઓથી ચીનનો વિકાસ કૃષિ ક્ષેત્રમાંથી કામદારોને ઉત્પાદન ક્ષેત્રમાં વાળવામાં આવવાના કારણે પ્રેરીત છે. સરકારે વિકાસના અન્ય સાધન માટે વૈજ્ઞાનિક બેઝ વધારવાના સઘન પ્રયાસો કરી દીધા છે. ચીનની યુનિવર્સિટીના રેંન્કિગ અને સ્કોલરલી આઉટપુટના સંદર્ભમાં આ પ્રયાસોના પરિણામો જોવા મળી રહ્યા છે. નાનજિંગ યુનિવર્સિટી ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજીના કિંગનાન ઝાઇ અને હાર્વર્ડ યુનિવર્સિટીના રિચાર્ડ ફ્રીમેન બંનેએ વૈશ્વિક વૈજ્ઞાનિક આઉટપુટમાં ચીનના યોગદાનનો અભ્યાસ કર્યો છે.
ચીનના સંશોધનની ગુણવત્તા સતત વધી રહી છે. જો કે હાલ તે અમેરિકાથી પાછળ છે. તાજેતરના એક વિશ્લેેષણમાં એવો નિર્દેશ મળ્યો છે કે તેનું માપન માત્ર રજૂ કરેલા પેપર્સની સંખ્યા પરથી નહી પરંતુ શિક્ષણવિદો દ્વારા સન્માનપત્રોથી પણ તેનું મૂલ્યાંકન થયા છે. ચીનના વિદ્વાનો નજીકના ભવિષ્યમાં વૈશ્વિક નેતા બની શકે છે. તે જ રીતે ઝાઇ અને ફ્રીમેન નેચર એન્ડ સાયન્સના પ્રકાશનોના લેખકોની ચકાસણી કરે છે.
૨૦૧૬માં કુલ લેખકોમાંથી ૨૦ ટકા લેખકો ચીનના હતા. સાથે સાથે આ વૈજ્ઞાનિક સ્કોલરશીપમાં નાટકીય વિસ્તરણને કારણે ગંભીર ચિંતા ઊભી થઇ છે. વૈજ્ઞાનિક સમુદાયનું માનવું છે કે વૈજ્ઞાનિક પ્રક્રિયાને ખુલ્લા સહયોગની જરુર છે. ચીનના વિદ્યાર્થીઓ વિઝા નિયંત્રણોથી ગભરાતા નથી પરંતુ સમય જતાં ચીનમાંથી યુએસ યુનિવર્સિટી ખાતે વિદેશ અભ્યાસ અવરોધાવાની શક્યતા રહેલી છે. આમ હવે વૈજ્ઞાનિક સંશોધનની બાબતમાં ચીન અમેરિકાથી આગળ નીકળી ગયું છે. તેનું મુખ્ય કારણ એ છે કે શૈક્ષણિક સ્કોલરશીપને પ્રભાવિત કરવા માટે બેઇજીંગના દુરોગામી પ્રયાસોના પરિણામો હવે જોવા મળી રહ્યા છે.