(એજન્સી) સિયોલ, તા. ૭
સ્થાનિક રિપોર્ટ અનુસાર દક્ષિણ કોરિયા ઉત્તર કોરિયાના પરમાણુ જોખમ અને ખતરાની સામે હામ ભીડવા માટે અમેરિકા પાસેથી પરમાણુ સબમરિન ખરીદી કરવા મંત્રણા કરી રહી છે. દક્ષિણ કોરિયાની મુલાકાતે આવેલા અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપે કહ્યું કે દક્ષિણ કોરિયા કરોડો રૂપિયાના અમેરિકી હથિયારોની ખરીદી કરશે. અમેરિકાના બીજા સાથી મિત્ર જાપાનની પાસે પણ પરમાણુ શક્તિથી ચાલતી સબમરિન નથી. દક્ષિણ કોરિયામાં શિખર સંમેલન બાદ ટ્રંપ મંગળવારે કહ્યું કે દક્ષિણ કોરિયા અમેરિકા પાસેથી જથ્થાબંધ હથિયારોની ખરીદી કરી રહ્યું છે. તેમાં વિમાનો, મિસાઈલો અને બીજા ઉપકરણોનો સામેલ છે. દક્ષિણ કોરિયા આ ઉપકરણોના કરોડો ડોલરો મોકલી રહ્યું છે તેમને માટે સારી બાબત છે અને અમારે માટે નોકરી, આનાથી દક્ષિણ કોરિયા સાથેના અમારા વેપારની ખાદમાં ઘટાડો થશે. દક્ષિણ કોરિયન મીડિયામાં આવેલી ખબરો અનુસાર, બન્ને નેતાઓએ અધિકારીઓને તાત્કાલિક ખરીદી મંત્રણા શરૂ કરવાનો આદેશ આપ્યો. નામ ન આપવાની શરતે સીનિયર અધિકારીને ટાંકતા આવી ખબર આપવામાં આવી. અધિકારીએ કહ્યું કે ભવિષ્યમાં અમેરિકા સાથે અમારી વિશેષ વિચાર-વિમર્શ થશે. દક્ષિણ કોરિયા તેની સુરક્ષા માટે અમેરિકા પર ઘણું બધું આધારિત છે. અણુશક્તિથી સજ્જ ઉત્તર કોરિયા દ્વારા હુમલો થવાની સ્થિતિમાં પોતાના દેશનું રક્ષણ કરવા માટે દક્ષિણ કોરિયાએ દક્ષિણમાં ૨૮,૫૦૦ સૈનિકોની તૈનાતી કરી રાખી છે. પરંતુ તાજેતરમાં ઉત્તર કોરિયા દ્વારા ઉપરાઉપરી પરમાણુ પરિક્ષણો કરવામા આવતાં દક્ષિણ કોરિયાને આધુનિક શસ્ત્રોની ખરીદી કરવાની દિશામાં મજબૂર કર્યો છે. હાલમાં અમેરિકા સાથેના એક કરાર હેઠળ દક્ષિણ કોરિયા પર પરમાણુ શસ્ત્રોને વિકસીત કરવાનો પ્રતિબંધ છે.