(એજન્સી) અમેરિકા, તા.ર૮
અમેરિકી સુપ્રીમ કોર્ટે મંગળવારે ટ્રમ્પ શાસનના નવી યાત્રા પ્રતિબંધોને આંશિક રૂપે લાગુ કરવા પરવાનગી આપી દીધી છે. સુપ્રીમ કોર્ટે મુસ્લિમો વિરૂદ્ધ ભેદભાવ રાખતા નિર્ણયને પડકારતી અરજી નકારી કાઢી હતી. નોંધનીય છે કે ગત વર્ષ માર્ચમાં ટ્રમ્પે તમામ શરણાર્થીઓ અને છ મુસ્લિમ બાહુલ્ય દેશોના નાગરિકોમાં અમેરિકામાં પ્રવેશ પર પ્રતિબંધ મૂકી દીધો હતો. ટ્રમ્પે ઈરાન, લીબિયા, સુદાન, સોમાલિયા, સીરિયા અને યમન એમ છ મુસ્લિમ બાહુલ્ય દેશોના નાગરિકોના અમેરિકા પ્રવેશ પર ૯૦ દિવસનો પ્રતિબંધ મૂક્યો હતો. મુખ્ય ન્યાયાધીશ જોન રોબર્ટસે બહુમતી સલાહથી આ ચુકાદો આપ્યો હતો એમની પેનલમાં ચાર અન્ય જજો પણ સામેલ હતા. રાષ્ટ્રપતિ ટ્રમ્પ અનુસાર યાત્રા પ્રતિબંધ આતંકવાદીઓને અમેરિકામાં આવતા રોકશે જે દેશની સુરક્ષા માટે ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે. સુપ્રીમ કોર્ટ દ્વારા મુસ્લિમ દેશોના એક સમૂહે યાત્રીઓ પર પ્રતિબંધ લગાવવાના ટ્રમ્પ શાસનના કાર્યકારી આદેશને કાયમ રાખવા દુનિયાના સૌથી મોટા ધર્મનિરપેક્ષ ગણરાજ્ય માટે એક ચિંતાજનક વિષય ગણાવ્યો હતો. જે વર્તમાન ખંડપીઠની પ્રતિબદ્ધતા અંગે ખુશી ઊભી કરે છે. અમેરિકી રાષ્ટ્રપતિ પાસે રાષ્ટ્રીય સુરક્ષા મામલે નીતિ બનાવવાની વ્યાપક શક્તિઓ છે એ હવાલો આપતા રૂઢીવાદી બહુમતવાળી ખંડપીઠે કાર્યકારી સુરક્ષાના નિર્ણયને યથાવત રાખ્યો. તથ્ય એ છે કે મુસ્લિમ યાત્રા પ્રતિબંધ એમાનું એક હતું જેના પર ટ્રમ્પે અભિયાન ચલાવ્યું હતું. કેટલાક દેશો અનુસાર મુસ્લિમો પર યાત્રા પ્રતિબંધથી અમેરિકાની રાષ્ટ્રીય સુરક્ષા અંગેની ચિંતાઓ દૂર થઈ જવાની શક્યતા નથી. પૂર્વ સીઆઈએ નિર્દેશકો સહિત પપ અધિકારીઓ મુજબ આ નિર્ણયની વિપરીત અસરો થશે.