(એજન્સી) વોશિંગ્ટન, ર૩
અમેરિકામાં વધુ એક ગુજરાતી પટેલની લૂંટના ઈરાદે ગોળી મારીને હત્યા કરવામાં આવી છે. સોમવારે રાત્રે જ્યોર્જિયાના મેકનમાં આવેલા એલ એન્ડ સી કન્વીનિઅન્સ સ્ટોરમાં બે ગ્રાહકોએ કાઉન્ટર પાછળ લોહીથી લથબથ હાલતમાં પડેલા એક વ્યક્તિને જોયો હતો. તેમણે પોલીસને કોલ કરીને આ અંગે માહિતી આપી હતી.
ઉલ્લેખનીય છે કે આ પહેલા ૨૮ જુલાઈ, ૨૦૧૬ના રોજ પણ બ્રિજેશ પટેલ પર હુમલો થયો હતો. ત્યારે તે બચી ગયો હતો. જો કે આ વખેત બ્રિજેશ પટેલનો જીવ બચી શક્યો ન હતો. જુલાઈમાં પણ બ્રિજેશ પટેલ પર લૂંટના ઈરાદે હુમલો કરવામાં આવ્યો હતો. જો કે તે હુમલામાં બ્રિજેશ પટેલ ઘાયલ થયો હતો.
જો કે ૨૧ ઓગસ્ટના રોજ થયેલા હુમલામાં પોલીસે જણાવ્યું કે, સોમવારે રાત્રે એલ એન સી કન્વીનિઅન્સ સ્ટોરમાંથી બે ગ્રાહકોનો કોલ આવ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, સ્ટોરમાં એક વ્યક્તિને લોહીથી લથબથ હાલતમાં કાઉન્ટર પાછળ ફ્લોર પર પડેલો છે. ગ્રાહકોએ જોયું કે કેશ રજીસ્ટર ખુલ્લું હતું અને ડ્રોવરમાં પૈસા નહોતા એકદમ ખાલી હતું. પોલીસને આ અંગે કોલ આવતા તેઓ તાત્કાલિક એલ એન્ડ સી કન્વીનિઅન્સ સ્ટોર ખાતે આવી પહોંચ્યા હતા.
સ્ટોરમાં બ્રિજેશ પટેલ નામની વ્યક્તિને ગોળીના અનેક ઘાથી પીડાતો જોતા તેને તાત્કાલિક સારવાર અર્થે મેડિકલ સેન્ટર, નેવિસેન્ટ હેલ્થમાં ખસેડ્યો હતો જ્યાં ફરજ પરના ડોક્ટરે રાત્રે ૧૦.૪૪ વાગ્યે મૃત જાહેર કર્યો હતો. ચીફ ડેપ્યુટી કોરોનર લોની મિલે પ્રમાણે, ભોગ બનનાર વ્યક્તિ ૪૨ વર્ષીય બ્રિજેશકુમાર પટેલ હતા. પોલીસે સ્થાનિક લોકોને ગોળીબારથી થયેલ મોતને સંબંધિત કોઈ જાણકારી હોય તો જાણ કરવા અપીલ કરી છે.