(એજન્સી) તા.૬
એક તાજેતરના અહેવાલ અનુસાર અમેરિકામાં મુસ્લિમ વર્ષ ર૦૪૦ સુધીમાં ખ્રિસ્તીઓ બાદ બીજો સૌથી મોટો ધાર્મિક સમૂહ બની જવાની આશા છે. વર્ષ ર૦૧૭માં અમેરિકામાં ૩.૪પ લાખ મુસ્લિમો છે જ્યારે કુલ વસ્તીના ૧.૧ ટકા છે. આ ખુલાસો પ્યૂ રિસર્ચ સેન્ટરના એક અભ્યાસમાં થયો છે. આ અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે વર્તમાનમાં યહૂદીઓની સંખ્યા મુસ્લિમોથી બીજા સૌથી મોટા ધાર્મિક સમૂહ તરીકે છે પરંતુ વર્ષ ર૦૪૦ સુધી તેમાં મોટાપાયે પરિવર્તન થવાની આશા છે કેમ કે અમેરિકી મુસ્લિમ વસ્તી દેશની યહૂદી વસ્તીથી ખૂબ જ ઝડપી રીતે વધી રહી છે. વર્ષ ર૦પ૦ સુધી અમેરિકામાં મુસ્લિમ વસ્તી ૮.૧ મિલિયન અથવા ર.૧ ટકા જેટલી હશે. અમેરિકામાં ઇસ્લામ ધર્મના અનુયાયીઓની સંખ્યા લગભગ ૧૦૦૦૦૦ પ્રતિવર્ષના દરે વધી રહી છે. પ્યૂ સેન્ટરે પોતાના વસ્તી ગણતરી અને સર્વેક્ષણ અનુસંધાન દરમિયાન આ તથ્ય જાણ્યું હતુ. સાથે જ કહ્યું કે મુસ્લિમ અમેરિકી વસ્તી વર્ષ ર૦૦૭ બાદથી સૌથી ઝડપી રીતે વધી રહી છે. અહીં ખ્રિસ્તી ધર્મ અત્યાર સુધીનો સૌથી મોટો ધર્મ છે જેની વસ્તી લગભગ ૭૧ ટકા જેટલી છે. અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે વર્તમાનમાં યહૂદીઓની સંખ્યા અમેરિકામાં બીજા ક્રમના સૌથી મોટા ધાર્મિક સમૂહ જેટલી છે પરંતુ ર૦૪૦ સુધી તેમાં પરિવર્તન થશે કેમ કે મુસ્લિમ વસ્તી અમેરિકામાં ઝડપી રીતે વધી રહી છે. પ્યૂએ જણાવ્યું કે અમેરિકામાં મુસ્લિમ ધર્મના લોકોની વસ્તી દર વર્ષે ૧૦૦૦૦૦ પ્રતિ વર્ષના દરે વધી રહી છે. તેમાં કહેવાયું છે કે ર૦૦૭માં અમે પ્રથમ વખત અનુમાન લગાવ્યું હતું ત્યારથી લઇને અત્યાર સુધીમાં તેમાં ઝડપી ધોરણે વધારો નોંધાયો હતો. હાલમાં અમેરિકામાં ખ્રિસ્તીઓ સૌથી વધુ ૭૧ ટકા જેટલા છે. પ્યૂ રિસર્ચરો કહે છે કે અમેરિકામાં મુસ્લિમોની સંખ્યાનો સચોટ આંકડો જાણવો ખૂબ જ મુશ્કેલ છે કેમ કે અમેરિકી વસ્તી ગણતરી બ્યૂરો કોઇને પણ ધર્મ અંગે પ્રશ્ન કરવાનો અધિકાર આપતો નથી. તેના કારણે આ આંકડો પણ સત્તાવાર છે કે નહીં તે અંગે અમે કંઇ કહી શકીએ તેમ નથી. તદઉપરાંત કેટલાક વિદ્વાનો પ્યૂની રિસર્ચથી મતભેદ ધરાવે છે અને કહે છે કે અમેરિકામાં તો મુસ્લિમોની વસ્તી ક્યારનીએ ૭ મિલિયનને વટાવી ગઇ છે. જે પ્યૂ દ્વારા દર્શાવવામાં આવેલ આંકડાથી બમણી છે.