(એજન્સી) તા.૧૬
ૐ૧મ્ વિઝાધારકો માટે ખરાબ સમાચાર છે. આવનારા સમયમાં તેમને હજી ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે તેમ છે. ટ્રમ્પ પ્રશાસનના નવા નિર્ણય અનુસાર H1B વિઝાધારકોની પત્નીઓ અથવા પતિઓને અમેરિકામાં કામ કરવા દેવામાં આવશે નહિ. અત્યાર સુધીમાં H1B વિઝાધારકોની પત્નીઓ અથવા પતિઓને H-4 ડિપેન્ડેડ વિઝા પર અમેરિકામાં કામ કરવાની પરવાનગી હતી. પરંતુ નવા નિર્ણય અનુસાર તેમ થઈ શકશે નહીં. બદલાયેલા નિયમ અનુસાર, H1B વિઝાધારકોના જીવનસાથીઓને ટેકનોલોજી સિવાયના અન્ય ક્ષેત્રમાં કામ કરવામાં કોઈ મુશ્કેલી સર્જાશે નહીં.
ટ્રમ્પ દ્વારા એપ્રિલમાં “બાય અમેરિકન, હાયર અમેરિકન”ના જે પ્રસ્તાવ પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા, તેનું પાલન કરવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. આ નિર્ણય તેના હેઠળ જ લેવામાં આવી રહ્યો છે. ૨૦૧૫થી ગ્રીન કાર્ડની રાહ જોનારા H1B વિઝાધારકોની પત્નીઓ અથવા પતિઓને H-4 ડિપેન્ડેડ વિઝા પર અમેરિકામાં કામ કરવાની પરવાનગી છે. આ નિયમ અમેરિકાના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ઓબામાના કાર્યકાળ દરમિયાન બનાવવામાં આવ્યો હતો.
અમેરિકામાં H1B વિઝા મેળવનારા લોકોમાં ૭૦ ટકા લોકો ભારતીય છે, તેથી નવા નિયમને કારણે તેઓ સૌથી વધુ પ્રભાવિત થશે. સમગ્ર દુનિયામાંથી દર વર્ષે લગભગ ૮૫,૦૦૦ વિદેશી ઈજનેરો અમેરિકામાં નોકરી કરવા માટે જાય છે. તે દરેકને આ નવા નિયમથી મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. અમેરિકામાં “સેવ જોબ યુ.એસ.એ.” નામના એક સમૂહે એપ્રિલ ૨૦૧૫માં અમેરિકી નોકરીઓનું જોખમ હોવાનું જણાવતાં એક કેસ દાખલ કર્યો હતો. H1B વિઝા એ અમેરિકાની કંપનીઓમાં કામ કરવા માટે વિદેશીઓ માટે એક સામાન્ય વિઝા માર્ગ છેક, જે ત્રણ વર્ષ સુધી કાયદેસર હોય છે. તેને ૩ વર્ષ માટે રિન્યુ કરાવી શકાય છે.