(એજન્સી) તા.૧પ
યુએસ કમિશન ઓન ઈન્ટરનેશનલ રિલિજીયસ ફ્રિડમના ઈન્ડિયન-અમેરિકન કમિશનરે ફિલીપ લાન્તોસ હ્યુમન રાઈટ્સ કમિશનને ગુરૂવારે જણાવ્યું હતું કે, કાશ્મીરમાં કેન્દ્ર સરકારની કાર્યવાહીના કારણે મુસ્લિમોના અધિકારો નિયંત્રિત બન્યા છે. અરૂનિમા ભાર્ગવે કમિશનને જણાવ્યું હતું કે, સમગ્ર દેશમાં રાજકીય અને ધાર્મિક નેતાઓ એક એવી વિચારધારાને પ્રચલિત બનાવી રહ્યા છે જે દર્શાવે છે કે, ભારતીય હોવા માટે હિન્દુ હોવું જરૂરી છે, તેઓ ભારતના ધાર્મિક લઘુમતીઓને ગૌણ અને વિદેશી ગણે છે. અરૂનિમાએ કહ્યું હતું કે, હાલમાં ભારતના ધાર્મિક લઘુમતીઓ એક કરાડ પર ઊભા છે. જો ભારત સરકાર તેનું હાલનું વલણ યથાવત રાખશે તો તેમની આજીવિકા, અધિકારો અને સ્વતંત્રતા સામે ગંભીર ખતરો ઊભો થઈ શકે છે. જમ્મુ-કાશ્મીર અંગે ભાર્ગવે કહ્યું હતું કે, યુનાઈટેડ સ્ટેટસ કમિશન ઓન ઈન્ટરનેશનલ રિલિજીયસ ફ્રિડમ (યુએસસીઆઈઆરએફ) ઓગસ્ટમાં આપેલા અહેવાલો અંગે ચિંતિત છે જેમાં કહેવામાં આવ્યું છે કે, ભારત સરકારે જમ્મુ-કાશ્મીરમાં નિયંત્રણો લાદી દીધા છે જેના કારણે લોકો ધાર્મિક કાર્યક્રમોમાં ભાગ લઈ શકતા નથી અને કેટલાક ચોક્કસ સમુદાયો માટે સ્વાસ્થ્ય અને અન્ય મૂળભૂત સેવાઓ મેળવવી મુશ્કેલ થઈ ગઈ છે. તેમણે આ પણ કહ્યું હતું કે, કેન્દ્ર સરકારે કાશ્મીરીઓ માટે મોબાઈલ અને ઈન્ટરનેટ સેવાઓ બંધ કરી દીધી છે. તેમણે કમિશનને જણાવ્યું હતું કે, યુએસસીઆઈઆરએફએ અહેવાલોમાં આ પણ નોંધ્યું છે કે, મસ્જિદોને બંધ કરી દેવામાં આવી હતી, ઈમામ અને મુસ્લિમ સમુદાયના નેતાઓની ધરપકડ અથવા અટકાયત કરવામાં આવી હતી.
૧૦૩ દિવસથી ઈન્ટરનેટ વગરનું કાશ્મીર અમેરિકન કોંગ્રેસની કમિટીએ ચિંતા વ્યક્ત કરી

Recent Comments