(એજન્સી) તા.૨૫
નાટોના ટોચના અધિકારીએ વોશિંગ્ટન જેને છોડવાની વાત કરી રહ્યું છે તે સીમાચિહ્નરુપ અણુશસ્ત્ર સંધિનો ભંગ કરવા બદલ રશિયાનેે દોષિત ગણાવ્યું હતું પરંતુ તેમણે જણાવ્યું હતું કે રશિયાની ધમકીને કારણે યુરોપમાં અમેરિકાના મિસાઇલો ફરીથી તૈનાત કરવામાં આવશે એવું માનતા નથી. નાટોના સાથી રાષ્ટ્રોની બેઠક મળનાર છે જેમાં વોશિંગ્ટન ૧૯૮૭ની ઇન્ટર મિડીયેટ-રેેંજ ન્યૂક્લિયર ફોર્સિસ ટ્રિટી છોડવાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના પગલા પાછળની દલીલો અંગે સ્પષ્ટતા કરવામાં આવશે કે જેના પગલે યુરોપ જમીન આધારીત અણુ મિસાઇલથી છૂટકારો મેળવશે. યુરોપિયન સાથી રાષ્ટ્રો આઇએનએફ સંધિને સશસ્ત્ર નિયંત્રણના એક સ્તંભ તરીકે જુએ છે. મોસ્કો નવા શસ્ત્રો વિકસાવીને તેનો ભંગ કરી રહ્યું છે અને સાથે સાથે તેના પતન અંગે પણ ચિંતિત છે જે નવી શસ્ત્ર દોટને પ્રોત્સાહિત કરશે જેમાં આ ઉપખંડમાં તૈેનાત અમેરિકાના અણુ મિસાઇલોની નવી પેઢી સામે નવી શસ્ત્ર દોટ ઊભી થઇ શકે છે.
વોશિંગ્યને આઇએનએફ સંધિમાંથી હટી જવાની પોતાની યોજના અંગે શનિવારે કરેલી જાહેરાત બાદ પોતાના પ્રથમ નિવેદનમાં નાટોના મહામંત્રી જેન્સ સ્ટોલ્ટેનબર્ગે ભૂમિ આધારીત ઇન્ટરમિડીએટ-રેંજ ક્રૂઝ મિસાઇલ એસએસસી-૮ વિકસાવવા બદલ સંધિનો રશિયાએ ભંગ કર્યો હોવાનો આક્ષેપ કર્યો હતો. આ મિસાઇલ નોવાટોર ૯એમ૭૨૯ એવું નામ પણ ધરાવે છે. જો કે તેમણે જણાવ્યું હતું કે તેના કારણે ૧૯૮૦માં થયું હતું તેમ અમેરિકન મિસાઇલોને પારસ્પારિક રીતે યુરોપમાં તૈનાત કરવામાં આવશે નહીં. અમે નાટો સાથી રાષ્ટ્રો, અમારી સુરક્ષા અને રશિયાના નવા મિસાઇલ્સની અસરોનું મૂલ્યાંકન કરીશું પરંતુ નવા રશિયન મિસાઇલોના પ્રતિસાદરુપે વધુ અણુશસ્ત્રો સાથી રાષ્ટ્રો તૈનાત કરશે એવું મને લાગતું નથી એવું સ્ટોલ્ટેનબર્ગે એક પત્રકાર પરિષદ સંબોધતા જણાવ્યું હતું.