(એજન્સી)                             તા.ર૯

સીપ્રસ અને ઈજિપ્તની સરકારના વિરોધ છતાં અમેરિકાના ઓહિયો ખાતેના મ્યુઝિયમ ઓફ આર્ટે ન્યૂયોર્કના ક્રિસ્ટીસ ખાતે બે ડઝન જેટલી પ્રાચીન કલાકૃતિઓ વેચવા જઈ રહ્યું છે. મંગળવારે યોજાયેલી હરાજીમાંથી ૬,૪૦,૦૦૦ ડોલરની કલાકૃતિઓ મ્યુઝિયમમાં લવાઈ હતી. આ કલાકૃતિઓ શા માટે વેચી રહ્યા છે તેવા પ્રશ્નના જવાબમાં મ્યુઝિયમના ડિરેક્ટર બ્રાયન કેનડીએ જણાવ્યું કે વસ્તુઓ હંમેશાં પ્રદર્શનમાં નથી મૂકાતી હંમેશા કિંમતી કલાકૃતિ તરીકે નથી ગણાતી. આ કલાકૃતિઓનું વેચાણ એ કંઈ મોટો સોદો નથી. તેઓ અન્યના મંતવ્યોનો આદર કરે છે પરંતુ વેચાણમા મૂકવાની વસ્તુઓના સંગ્રહમાં ઉચ્ચ ગુણવત્તા જણાવવી જોઈએ. તેમાંથી મળેલા નાણાં અન્ય સંપ્રાપ્તિ તરફ જાય છે. નિષ્ણાંત પુરાતત્વવિદો મ્યુઝિયમ સાથે સહમત નથી તેમણે જણાવ્યું કે આધુનિ કાયદા અનુસાર આવી કલાકૃતિઓ મળવી મુશ્કેલ બની ગઈ છે તેથી આ કલાકૃતિઓ મ્યુઝિયમ પાસે રહેવી જોઈએ. ઈજિપ્તના સત્તાધિશોએ પણ આ વેચાણ અટકાવવાનો પ્રયત્ન કર્યો હતો અને જે કલાકૃતિઓ ઈજિપ્તની ન હોય તેને તેમણે પરત કરી હતી. મંગળવારે વેચાયેલ કલાકૃતિઓનો ભાગ એવી ૭૦ કલાકૃતિઓને ટોલેડો મ્યુઝિયમ હરાજી વેચવાની યોજના બનાવી રહ્યું છે. આ તમામ કલાકૃતિઓ ગ્રીસના ભૂમધ્ય દેશો ઈજિપ્ત અને ઈટલીની છે.