(એજન્સી) ટેક્સાસ, તા. ૬
અમેરિકાના સદરલેન્ડ સ્પ્રિંગમાં રવિવારે સવારે ૧૧.૩૦ વાગે ભારતીય સમયાનુસાર રાતના લગભગ ૧૨ વાગ્યે એક બંદૂકધારીએ ચર્ચમાં ઘૂસીને અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો. હુમલામાં ૨૭ લોકો માર્યાં ગયા જ્યારે ૨૪ લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. મૃતકોમાં બે બાળકો પણ સામેલ છે. આ લખાઈ રહ્યું છે કે જ્યારે આ કોઈ આતંકવાદી હુમલો છે કે કોઈ માથાફરેલનું કૃત્ય. પોલીસે ૨૬ વર્ષીય હુમલાખોરને ઠાર માર્યો હોવાનો દાવો કર્યો છે. આ પહેલા ૧ ઓક્ટોબરના રોજ લાસ વેગાસમાં થયેલા ગોળીબારમાં ૫૮ લોકો માર્યાં ગયા. અમેરિકામાં ૩૬ દિવસ બાદ ફરી વાર સામૂહિક હત્યાકાંડની ઘટના બની છે. ચર્ચમાં જ્યારે પ્રાર્થના ચાલી રહી હતી ત્યારે ૫૦ લોકો હાજર હતા. ઘટનાસ્થળે હાજર રહેલા લોકોએ કહ્યું કે હુમલાખોર જ્યારે ચર્ચમાં ઘૂસ્યો ત્યારે રવિવારની પ્રાર્થના માટે ૫૦ લોકો એકત્ર થયા હતા. પોલીસે હુમલાખોરને ઠાર માર્યાનો દાવો કર્યો છે. એક ટીવી ચેનલના રિપોર્ટમાં એવું કહેવામાં આવ્યું કે હુમલા બાદ સુરક્ષા દળોએ આ વિસ્તારની ઘેરાબંધી કરી લીધી હતી. બે હેલિકોપ્ટરોને ચર્ચની ઉપર ઉડતાં જોવામાં આવ્યાં હતા. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પેે આ હુમલા પર શોક વ્યક્ત કર્યો. જાપાનની મુલાકાતે ગયેલા ટ્રમ્પે કહ્યું કે હું જાપાનથી આ ઘટનાક્રમ પર નજર રાખી રહ્યો છું. એફબીઆઈ અને બીજી તપાસ એજન્સીઓ ઘટનાસ્થળે છે. ટ્રમ્પે ટ્‌વીટ કરીને કહ્યું કે ઈશ્વર ટેક્સાસના લોકોનો સાથ આપે. ટેક્સાસ ગવર્નર ગ્રેગ ઓબોટે આ હુમલાને રાજ્યના ઈતિહાસમાં સૌથી ઘાતક ગોળીબારી તરીકે ગણાવ્યો. ટ્રમ્પેે હુમલાનો વખોડતાં કહ્યું કે આપણે આંસુ અને દુઃખની ક્ષણમાં મજબૂત બનીને ઊભા છીએ. અમેરિકી સરકાર ટેક્સાસને સંપૂર્ણ સહાય પૂરી પાડશે. અમેરિકા પીડિત પરિવાર માટે પ્રાર્થના કરી રહ્યું છે. અમે કદી પણ તેમને એકલા નહી છોડીએ.