(એજન્સી) અંકારા, તા. ર૦
તુર્કીના રાષ્ટ્રપતિ રેસિપ તૈૈયબ એર્દોગને પુનઃ ભારપૂર્વક કહ્યું છે કે અંકારા અમેરિકાની ધમકીઓ સામે ઝુકશે નહીં. અહેવાલ મુજબ તુર્કીના રાષ્ટ્રપતિ રજબ તૈયબ એર્દોગને રણનૈતિક ભાગીદાર કહેનાર પરંતુ તુર્કીને રણનૈતિક લક્ષ્ય બનાવનાર અમેરિકાની ધમકીઓ સામે એમનો દેશ ક્યારેય ઝૂકશે નહીં. એમ અમેરિકાની ધમકીઓની સામેની પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું. નોંધનીય છે કે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે હાલમાં જ તુર્કીમાંથી આયાત થતા સ્ટીલ અને એલ્યુમિનિયમ પરના કરમાં બે ગણનો વધારો ઝીંકાયો હતો. અમેરિકાના આ પગલાના વળતા જવાબરૂપે તુર્કીએ પણ અમેરિકાથી આયાત થતી વસ્તુઓ પર કસ્ટમ ડ્યુટી બે ગણી વધારી દીધી હતી. તુર્કીમાંથી અમેરિકામાં નિકાસ થતા સ્ટીલ અને લોખંડ પર પ૦ ટકા કર લાદ્‌યો છે.
ઉલ્લેખનીય છે કે તુર્કીમાં આતંકવાદી પ્રવૃત્તિઓ સંબંધિત પ્રવૃત્તિઓમાં સંડોવણીના આરોપસર ધરપકડ કરાયેલ પાદરી એન્ડ્રુબ્રસનની મુક્તિ માટે અમેરિકા માંગ કરી રહ્યું છે. તુર્કીએ બ્રૂસનને મુક્ત કરવાનો ઈન્કાર કરી દેતા બંને નાટો દેશો વચ્ચેના સંબંધો વણસ્યા છે.