(એજન્સી) ન્યુયોર્ક, તા.પ
અમેરિકી જાસૂસી સંસ્થાના એક અધિકારી પર દેશના ગુપ્ત દસ્તાવેજો ૮ લાખ ડોલર લઈ ચીનને વેચી દેવાનો આરોપ લગાવાયો છે. અમેરિકાના ન્યાય વિભાગના જણાવ્યા અનુસાર યુટામાં સાયરાક્યુઝના નિવાસી રોન રોકવેલ હનસેન (પ૮)ની શનિવારે વોશિંગ્ટનમાં અટકાયત કરાઈ હતી. તેઓ અમેરિકાની ખાનગી માહિતી લઈ ચીન જવા માટે સીએટલ-ટેંકોમાં આંતરરાષ્ટ્રીય હવાઈ અડ્ડા તરફ જઈ રહ્યા હતા. બેઈજીંગ માટે જાસૂસી કરવાના આરોપસર તેને હિરાસતમાં લેવાયો હતો. મંડારિન અને રશિયન ભાષા બોલનાર હનસેનને ર૦૦૬માં એક કેસ અધિકારીના રૂપમાં ડીઆઈએમાં ભરતી કરાયો હતો. આરોપમાં કહેવાયું છે કે, બેઈજીંગમાં એક વ્યવસાયિક કાર્યાલયનો હાનસેને ચીની જાસૂસી વિભાગનો સંપર્ક કર્યો. તેમજ એજન્ટ તરીકે કંઈ વર્ષો સુધી ડીઆઈએ અને એફબીઆઈ માટે કામ કરવાનો પ્રયાસ કર્યો. ગયા મહિને ચીન તરફથી ગંભીર ખતરો જોતાં અમેરિકી કોંગ્રેસના નીચલા ગૃહ હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવની જાસૂસી સમિતિના નેતાઓએ આ મુદ્દાને ગંભીર બનાવ્યો. અમેરિકાના કહેવા મુજબ ચીન દ્વારા કાનૂની અને ગેરકાનૂની રીતે રાષ્ટ્રીય સુરક્ષા પ્રૌદ્યોગિકી અને અમેરિકી બૌદ્ધિક સંપત્તિને પ્રાપ્ત કરવાના પ્રયાસોની ચર્ચા થશે.