(એજન્સી) વોશિંગ્ટન, તા.૧૩
અમેરિકાની વિશ્વવિદ્યાલયના વૈજ્ઞાનિકોએ ભારતીય ઈલેકટ્રોનિક વોટિંગ મશીન (EVM)ને કરવાની ટેકનિક વિકસિત કરવાનો દાવો કર્યો છે. આ ટેકનિકની મદદથી મિશિગન વિશ્વવિદ્યાલયના શોધકર્તા મોબાઈલથી સંદેશ મોકલીને પરિણામ બદલવામાં સક્ષમ થયા છે. અમેરિકી વૈજ્ઞાનિકોએ ઈવીએમને હેક કરીને સાબિત કર્યું છે કે ચૂંટણીમાં કેટલા ગોટાળા થઈ શકે છે અને ભારતીય લોકતંત્રના પાયા હલી શકે છે. તમામ રાજનૈતિક પક્ષોને પહેલાંથી જ ભાજપ પર શંકા છે કે ઉત્તરપ્રદેશ અને ઉત્તરાખંડમાં મત મેળવવા માટે આ તકનિકનો પ્રયોગ કરાયો છે.
બીજી તરફ ભારતના ચૂંટણી અધિકારીઓનું કહેવું છે કે તેમની મશીન નિર્વિવાદ છે અને મશીન સાથે છેડછાડ અસંભવ છે. મિશિગન વિશ્વવિદ્યાલયના શોધકર્તાઓ દ્વારા ઈન્ટરનેટ પર એક વીડિયો પોસ્ટ કરવામાં આવ્યો હતો. જેમાં ભારતમાં ઉપયોગ થવાવાળી વોટિંગ મશીનને એક ઘરેલું નાનકડી ચિપ સાથે જોડી બતાવ્યું છે. આ પરિયોજનાનું નેતૃત્વ પ્રો. જે.એલેક્સ હલ્દરમેને કહ્યું હતું અમે સાબિત કર્યું કે આ ચિપની મદદથી મોબાઈલ ફોનથી સંદેશો મોકલી પરિણામ બદલી શકાય છે.
એક મીડિયા રિપોર્ટ અનુસાર એક માઈક્રો પ્રોસેસર એક બ્લુટૂથ ડિવાઈસને મશીન સાથે જોડવામાં આવી છે જેને મોબાઈલ સાથે કનેક્ટ કરી પરિણામ બદલી શકાય છે. વૈજ્ઞાનિકોએ સાબિત કર્યું છે કે એક નાનકડી ચિપની મદદથી ચૂંટણી પ્રક્રિયામાં ગોટાળો કરી શકાય છે. આ સિવાય માઈક્રો પ્રોસેસરની મદદથી ચૂંટણીમાં મતદાન દરમ્યાન અને મતગણતરીના સમયે પણ મતની હેરફેર થઈ શકે છે.