(એજન્સી) તા.૧૪
અમેરિકાના વિદેશમંત્રી રેક્સ ટિલરસને સઉદી સહિત ઘણા ગલ્ફ દેશોની મુલાકાત લીધી હતી પરંતુ આ મુલાકાત દરમિયાન કતાર સાથેના વિવાદ અંગે કોઇ બ્રેકથ્રૂ જોવા ન મળ્યો. બુધવારે ટિલરસન સઉદી અરેબિયાની મુલાકાત લીધા બાદ સીધા કુવૈત ગયા હતા. તેમણે સઉદી અરેબિયાના અધિકારીઓ સાથે જે મુલાકાત લીધી અને તેમાં શું ચર્ચા થઇ તે અંગે કોઇપણ ટિપ્પણી કરી ન હતી. તેમણે કહ્યું કે અમારા બંને દેશો વચ્ચેના પરસ્પર સહયોગને જોતાં હું ઘણો આનંદિત છું. અમે દરેક મર્યાદાઓ પાર કરીને પણ એકબીજાને ટેકો આપીશું અને મજબૂત બનાવીશું. ટિલરસન સાથેની મુલાકાત બાદ ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાન અલ સઉદે આ નિવેદન કર્યું હતું. અમેરિકાના વિભાગે જાહેરાત કરી હતી કે ગુરુવારે ટિલરસન કુવૈતની મુલાકાતે જશે. જ્યાં તેઓ કુવૈતના વિદશેમંત્રી શેખ તમિમ બિન હમાદ અલ થાની સાથે થયેલી મુલાકાતની ટૂંકી વિગત આપશે. આ બંને નેતાઓ વચ્ચે જિદ્દાહમાં બેઠક યોજાઇ હતી. ટિલરસને કહ્યું કે હું બંને દેશોના સંયુક્ત સાહસને બિરદાવું છું. અમારા પરસ્પર સંબંધોને કારણે દેશમાં સ્થિરતા અને આર્થિક સહયોગ સારી રીતે સ્થપાયો છે. અમેરિકા અને સઉદી અરબ વચ્ચેની ભાગીદારી અમારા માટે ઘણી મહત્વની છે. મંગળવારે ટિલરસને અલ થાની સાથેની મુલાકાત દરમિયાન કરાર પર હસ્તાક્ષર કર્યા હતા. તેનો ઉદ્દેશ્ય આતંકવાદને પોષતા દેશોને ટારગેટ કરવાનો છે.