નવી દિલ્હી, તા.૧૪
૭૨,૪૦૦ અસૉલ્ટ રાઇફલોની ખરીદી માટે એક અમેરિકી કંપનીની સાથે કરાર પછી ભારત સરકારે રક્ષા ક્ષેત્રમાં એક વધુ મોટો નિર્ણય લીધો છે. કેન્દ્ર સરકારે રશિયાની સાથે મળીને લગભગ ૭ લાખ ૪૭ હજાર કલાશ્નિકોવ રાઇફલોનાં નિર્માણનાં કરારનો નિર્ણય કર્યો છે. આ રાઇફલોને બનાવવા માટે પ્લાંટ ઉત્તર પ્રદેશનાં અમેઠીમાં લગાવવામાં આવશે. બંને દેશોની સરકાર વચ્ચે થનારા આ કરાર અંતર્ગત રૂસની કલાશ્નિકોવ કંસર્ન અને ભારતનું ઑર્ડિનેંસ ફેક્ટ્રી બૉર્ડ મળીને છદ્ભ-૪૭ની ત્રીજી પેઢીની રાઇફલો છદ્ભ-૨૦૩ તૈયાર કરશે. બંને દેશોની વચ્ચે આધિકારીક રીતે કરારની પ્રક્રિયા આ અઠવાડિયાનાં અંત સુધી થવાની સંભાવના છે, ત્યારે કરાર સાથે જોડાયેલી કિંમત, સમયસીમા જેવી અન્ય જાણકારીઓ સામે આવશે.
ઉલ્લેખનીય છે કે આ કરાર રક્ષા મંત્રાલયનાં એ પ્રસ્તાવ અંતર્ગત થઇ રહ્યો છે જેમાં મંત્રાલયે સાડા છ લાખ રાઇફલો ખરીદવા માટે અભિરૂચિ પત્ર માંગ્યા હતા. આ રાઇફલો સંપૂર્ણ રીતે ‘મેક ઇન ઇન્ડિયા’ પ્રોગ્રામ અંતર્ગત ભારતમાં જ બનાવવામાં આવશે. આ કરારથી ભારત સરકારની પોલિસી અંતર્ગત ઑર્ડિનેંસ ફેક્ટ્રી બૉર્ડની પાસે મેજૉરિટી શેર ૫૦.૫ ટકા રહેશે, જ્યારે રશિયાની પાસે ૪૯.૫ ટકા રહેશે. આ અઠવાડિયે કેન્દ્ર સરકારે ૭૨,૪૦૦ અસૉલ્ટ રાઇફલોની ખરીદી માટે એક અમેરિકી કંપનીની સાથે કરાર કર્યો છે. રક્ષા મંત્રાલયનાં અધિકારીઓની ફાસ્ટ ટ્રેક પ્રોક્યોરમેંટ અંતર્ગત એસઆઈજી જૉર અસૉલ્ટ રાઇફલ માટે યૂએસની સાથે કૉન્ટ્રાક્ટ કર્યા છે. એક વર્ષની અંદર અમેરિકી કંપની એસઆઈજી જૉરથી ૭૨,૪૦૦, ૭.૬૨ એમએમ રાઇફલો આવશે. અત્યારે ભારતીય સુરક્ષાબળ ૫.૫૬૪૫ એમએમ ઇનસાસ રાઇફલોથી સજ્જ છે.