(એજન્સી) નવી દિલ્હી, તા.ર
પોતાની આગામી ફિલ્મ ઠગ્સ ઓફ હિન્દુસ્તાનમાં વ્યસ્ત આમિરખાને પોતાના મહેનતાણાને નફાની ટકાવારીમાં લેવાની પદ્ધતિ અંગે માહિતી આપી હતી.
આમિરે કહ્યું કે, મારા મતે પટકથા ફિલ્મનો પાયો છે. મને એકવાર ફિલ્મની વાર્તા ગમી જાય પછી અને ફિલ્મ બની રહી હોય ત્યારે હું ચોકસાઈ રાખું છું કે, આ ફિલ્મમાં પૈસા રોકાનારાઓને નુકસાન ન થવું જોઈએ. હું માત્ર નિર્માતાના ખભે તમામ જવાબદારી મૂકવા માંગતો નથી. હાલ ચિંતાલાયક વલણ છે કે કલાકારો ફિલ્મના નફાનો ૮૦% ભાગ માંગી રહ્યા છે પરંતુ ખરેખર તે નફો નથી પરંતુ મહેનતાણું છે.
હું જે પ્રમાણે કામ કરું છું તેની વાત કરીએ તો માની લો કે, બધા જ ખર્ચા ગણીને ફિલ્મ બનાવવાનો કુલ ખર્ચ ૧૦૦ કરોડ રૂપિયા થયો. આ ખર્ચમાં મારા મહેનતાણાનો સમાવેશ થતો નથી. ફિલ્મ બહાર પડ્યા સુધી મને એક પણ રૂપિયો મળતો નથી. ફિલ્મની આવકમાંથી જ્યારે જાહેરાત ખર્ચ તેમજ બધાના મહેનતાણા અપાઈ જાય છે ત્યારબાદ થયેલા નફાની ટકાવારી કાઢવામાં આવી છે. આવી રીતે નિર્માતાને નુકસાન થાય એ કોઈપણ રીતે શક્ય નથી અને જો કોઈ કારણોસર ફિલ્મની આવકમાંથી ખર્ચ પરત મળ્યો ન હોય તો મને કશું જ મળતું નથી. મને મારો પહેલો રૂપિયો ત્યારે મળે જ્યારે ફિલ્મ બનાવવાના તમામ પાસાઓનો ખર્ચ નિર્માતા અને અન્ય લોકોને પરત મળી ગયો હોય છે. નોંધનીય છે કે, આમિરે આ પદ્ધતિની શરૂઆત ર૦૦૧માં ‘લગાન’ ફિલ્મ સાથે કરી હતી.
આમિરખાને પોતાની ફિલ્મોનું નફા ભાગીદારી માળખું સમજાવ્યું

Recent Comments