કેન્દ્ર સરકારે મંજૂર કરેલા સીએએ અને એનઆરસી જેવા કાળા કાયદાને રદ્દ કરવાની માંગ સાથે કોંગ્રેસના આગેવાનો સહિત ધાર્મિક, રાજકીય અને સામાજિક ક્ષેત્રના પ૦ જેટલા આગેવાનો બુધવારે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતને આવેદનપત્ર પાઠવ્યું હતું. આ અગ્રણીઓમાં કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા, વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણી, ધારાસભ્યો ગ્યાસુદ્દીન શેખ, મુહમ્મદ જાવેદ પિરઝાદા અને ઈમરાન ખેડાવાલા, કોંગ્રેસના આગેવાનો એડવોકેટ ઈકબાલ શેખ, કદીર પિરઝાદા, અમદાવાદ મ્યુનિ. વિપક્ષના પૂર્વ નેતા બદરૂદ્દીન શેખ, મહામંત્રી જુનેદ શેખ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
(સંવાદદાતા દ્વારા)
અમદાવાદ, તા.૮
સિટિઝન એમેન્ડમેન્ટ એક્ટ (CAA) અને નેશનલ રજિસ્ટર ઓફ સિટિઝન્સ (NRC) ગેરબંધારણીય હોવાથી તેને રદ્દ કરવાની માંગ સાથે કોંગ્રેસના આગેવાનો, મુસ્લિમ સમાજના ધાર્મિક, રાજકીય અને સામાજિક સંગઠનના પ્રતિનિધિઓ મળી પ૦ જેટલા આગેવાનો ગાંધીનગર જઈ રાજ્યપાલને મળ્યા હતા અને જણાવ્યું હતું કે, દેશના અનેક રાજ્યોની સરકારે આ કાયદાઓનો તેમના રાજ્યોમાં અમલ નહીં કરવામાં આવે તેવી જાહેરાત કરી છે ત્યારે ગુજરાતમાં પણ આ કાયદાઓનો અમલ નહીં કરવા માગણી કરવામાં આવી હતી.
આવેદનપત્રમાં વધુમાં જણાવાયું છે કે, દેશ સમક્ષ અત્યારે મોંઘવારી, બેરોજગારી, મંદી વગેરે બાબતોથી લોકોનું ધ્યાન અન્યત્ર દોરવા માટે તથા રાજકારણ માટે જ ઝ્રછછ, દ્ગઁઇ અને દ્ગઇઝ્ર ભાજપની સરકાર દ્વારા લાવવામાં આવેલ છે. હકીકતમાં કોઈને સિટિઝન બનાવવા માટે કાયદો છે જ પરંતુ માત્ર દેશને ગુમરાહ કરવા માટે જ CAA લાવવામાં આવેલ છે.
નાગરિકતા સંશોધન કાયદો (CAA) ભારતના બંધારણના આમુખ અને જોગવાઈઓ વિરૂધ્ધ હોઈ રદ થવાને પાત્ર છે. CAA ભારતના બંધારણના ધર્મનિરપેક્ષ સ્વરૂપ અને મૂળભૂત માળખા અને મૂલ્યો નષ્ટ કરનાર છે.
જ્યારે આર્ટીકલ ૧૫, કોઈપણ નાગરિકની વિરૂદ્ધ તેના ધર્મ, જાતિ, જ્ઞાતિ, લીંગ કે જન્મસ્થળના આધારે કોઈ ભેદભાવ નહીં કરવા જણાવે છે. પરંતુ એનઆરસી અને એનપીઆરનો અમલ કરી દેશને વિભાજીત કરવાનું કાર્ય સરકાર કરી રહી છે. આના કારણે દેશના હિંદુ અને મુસલમાન બધાને જ નુકશાન થશે.
સરકારને ભારતના બંધારણના મૂળ સ્વરૂપ અને તેના મૂળભૂત માળખા અને મુલ્યોનને ખત્મ કરવાનો કોઈ અધિકાર નથી અને ઝ્રછછ જેવા કાયદા બનાવીને બંધારણના મૂળભૂત માળખા અને ધર્મનિરપેક્ષ સ્વરૂપને નષ્ટ કરી શકાય નહીં. ભારતની સામાન્યન પ્રજામાં CAA, NRC અને NPR જેવી પ્રક્રિયા સામે પ્રબળ આશંકાઓ છે. અનુસૂચિત જનજાતિ, અનુસૂચિત જાતિના દલિત વર્ગ અને આ દેશમાં વસતા અશિક્ષિત તેમજ લઘુમતી સમાજના ખાસ કરીને ગરીબ લોકોને NPR અને NRCના અમલથી પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડશે અને સામાન્ય પ્રજાને ભયંકર રંજાડમાંથી પસાર થવું પડશે. મુસ્લિમોમાં ભય અને આશંકા છે કે NPR અને NRCના અમલથી તેમને ટાર્ગેટ કરી તેમને તેમની નાગરિકતાથી વંચિત કરવાનો પ્રયાસ કરવામાં આવશે. ખાસ કરીને ગામડામાં રહેતા ગરીબ લોકો પાસે સ્વાભાવિક પોતાના પૂરતા ડોકયુમેન્ટ નહી હોવાના અને તેમનું શોષણ થશે અને હેરાનગતિ થશે. આ દેશના વડાપ્રધાન કે કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની પોતાની ડિગ્રી રજૂ નથી કરી શકતા ત્યારે ગરીબ માણસ ડોકયુમેન્ટમ કયાંથી રજૂ કરશે ? સંસદમાં ગૃહમંત્રીએ જાહેરાત કરેલ છે કે, NRC તો લાગુ થશે જ અને તે પછી ગૃહની બહાર બીજી વાત કરીને ભાજપ દેશની જનતાને ગુમરાહ કરવા માગે છે.
CAA અને NRC સાથે જોડવાથી ખરેખર જેન્યુઈન મુસ્લિમોને સમસ્યા ઊભી થશે
રાજ્યપાલને રજૂઆત કરવા જઈ આવ્યા બાદ પત્રકારોને સંબોધન કરતાં ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખે જણાવ્યું હતું કે, સીએએ નવો કોન્સેપ્ટ નથી આઝાદી બાદ નહેરૂ અને ગાંધીજીએ પણ જણાવ્યું હતું કે, અમારા હિંદુ ભાઈઓ જેઓ ગયા છે. તેમને હિંદુસ્તાનમાં જગ્યા મળવી જોઈએ, પરંતુ જ્યારે સીએએને એનઆરસી સાથે જોડવાની વાત કરવામાં આવે ત્યારે સમસ્યા ઊભી થશે. જેમની પાસે ડોક્યુમેન્ટ નહીં હોય તેઓ પૈકી હિંદુ હોવાના નાતે તેમને નાગરિકતા મળી જશે. પરંતુ મુસ્લિમો જેન્યુઈન પણ હશે તો તેમની પાસે દસ્તાવેજો નહીં હોય તો તેમને નાગરિકતા નહીં મળે. આમ, સીએએ સામે કોઈ વાંધો નથી. પરંતુ એનઆરસી સાથે જોડવામાં આવશે તો સમસ્યા ઊભી થશે.
Recent Comments