(એજન્સી) લખનૌ, તા.૬
સમાજવાદી પાર્ટીના પૂર્વ સભ્ય અમિત જાની અસલી હિન્દુત્વ માટે લડવા ‘હિન્દુ ફિદાયિન’ તૈયાર કરી રહ્યા છે. અમિત જાનિ એવા હિન્દુઓને લોકસભા ચૂંટણી લડવા માટે ટિકિટ આપી રહ્યા છે૪ જેઓએ મુસ્લિમોનું લિન્ચિંગ કર્યું છે.
અહેવાલ મુજબ અમિત જામી આતિથ્ય ક્ષેત્રમાં છે અને હિન્દુઓને ચૂંટણી લડવા માટે એક મોટું ભંડોળ ખર્ચ કરે છે. અમિત જાનીના મેરઠ સ્થિત કટ્ટરપંથી હિન્દુત્વ સંગઠન ઉત્તરપ્રદેશ નવનિર્માણ સેનાએ શંભુલાલ રેગરને ચૂંટણી મેદાને ઉતાર્યો છે. શંભુલાલ રેગરે ડિસેમ્બર ર૦૧૭માં એક મુસ્લિમ આધેડ અફરાઝુલને ગળા ફાંસો આપી હત્યા નિપજાવી હતી. આ સિવાય જાનીએ સપ્ટેમ્બર ર૦૧પમાં મોહમ્મદ અખલાકની હત્યાના આરોપી હરિઓમ સિસોદિયા અને જૂન ર૦૧૭માં ૧૬ વર્ષીય હાફિઝ જુનેદખાનને ચપ્પુ હુલાવનાર આરોપી નરેશકુમાર સહરાવતને પણ ચૂંટણી મેદાનમાં ઉતારવા પસંદ કર્યા હતા. જાનીએ સપ્ટેમ્બર ર૦૧પમાં ઉત્તરપ્રદેશના દાદરીમાં અખલાકની હત્યામાં ૧૯ આરોપીઓ પૈકી એક રૂપેન્દ્ર રાણાને પણ ર૦૧૯ લોકસભા ચૂંટણી લડવા ટિકિટ આપશે. જાની રાણાને નોએડાના ગૌતમબુદ્ધ નગરપાલિકા ક્ષેત્રમાંથી ચૂંટણી મેદાનમાં ઉતારશે.