લોકસભામાં સોમવારે એનઆઇએ સુધારા બિલ પર ચર્ચા દરમિયાન ગૃહમંત્રી અમિત શાહ અને એઆઇએમઆઇએમના નેતા અસદુદ્દીન ઓવૈસી વચ્ચે ભારે ચકમક ઝરી હતી.અસદુદ્દીન ઓવૈસીએ કહ્યું કે, કોઇની વિદેશમાં તપાસ કરવા તમે એનઆઇએ અધિકારીને મોકલશો ત્યારે તેની પાસે કઇ સત્તા હશે ?અમને અમેરિકા અને ઇઝરાયેલ સાથે ના સરખાવો અને અન્ય લોકોના સાર્વભૌમત્વમાં ઘૂસણખોરી ના કરો. ઓવૈસીએ કહ્યું કે, તમે ગૃહમંત્રી છો તો ડરાવશો નહીં જેનો જવાબ આપતા શાહે કહ્યું કે, તેઓ ડરાવતા નથી પણ જો માનસમાં ડર છે તો શું કરી શકાય. નેશનલ ઇન્વેસ્ટીગેશન એજન્સી સંશોધન ખરડો ૨૦૧૯ પર ચર્ચા દરમિયાન ભાજપના સત્યપાલસિંહે જણાવ્યું હતું કે, હૈદરાબાદના એક પોલીસ પ્રમુખને એક નેતાએ એક આરોપી વિરૂદ્ધ કાર્યવાહી કરવાથી રોક્યા હતા અને કહ્યું હતું કે, જો તેઓ કાર્યવાહી આગળ વધારશો તો તેમના માટે મુશ્કેલી થઇ જશે. આ મુદ્દે અસદુદ્દીન ઓવૈસી પોતાના સ્થાન પર ઊભા થઇ ગયા હતા અને કહ્યું હતું કે, ભાજપના સભ્ય જે અંગત ચર્ચાનો ઉલ્લેખ કરી રહ્યા છે તે અહીં હાજર નથી. શું ભાજપના સભ્ય આના પુરાવા ગૃહના પટલ પર રાખી શકે છે ? અમિત શાહે કહ્યું કે જ્યારે દ્રમુકના સભ્ય બોલી રહ્યા હતા ત્યારે ઓવૈસીએ કેમ ના ટોક્યા ? તેઓ ભાજપના સભ્યને કેમ ટોકી રહ્યા છે ? અલગ અલગ માપદંડ ના હોવો જોઇએ. અહીં ઓવૈસીએ કહ્યું કે, તમે ગૃહમંત્રી છો તો મને ડરાવશો નહીં હું ડરીશ નહીં. શાહે કહ્યું કે કોઇને ડરાવવામાં આવતા નથી પણ જો માનસમાં જ ડર હોય તો શું કરી શકાય. શાહે એમ પણ કહ્યું કે, સાંભળવાની ટેવ પાડો, ઓવૈસી સાહેબ, આ રીતે નહીં ચાલે.
‘‘અમિત શાહ અમને ડરાવે છે, તેઓ ભગવાન નથી’’ : NIA અંગે ઉગ્ર ચર્ચા વચ્ચે અસદુદ્દીન ઓવૈસી બોલ્યા

Recent Comments