(એજન્સી) ગ્વાલીયર, તા.ર૬
અયોધ્યામાં રામમંદિર નિર્માણ માટે કાનૂન લાવવાની વધતી જતી માગણીઓ વચ્ચે ભાજપના પ્રમુખ અમિત શાહે કહ્યું કે, સરકાર જાન્યુઆરીમાં સુપ્રીમ કોર્ટ દ્વારા થનારી સુનાવણી સુધી રાહ જોશે.
તેમણે કહ્યું કે, આ કેસ સુપ્રીમ કોર્ટમાં પડતર છે. તેની સુનાવણી સુધી આપણે રાહ જોવાની છે. સરકારની મંદિર નિર્માણ માટે કાનૂન લાવવાની કોઈ યોજના નથી. એક અંગ્રેજી અખબાર સાથે વાતચીતમાં અમિત શાહે કહ્યું કે, ભાજપ રાજસ્થાન, મધ્યપ્રદેશ, છત્તીસગઢમાં પુનઃ સત્તા પર આવશે. તેમણે સરકાર સામે કોઈ અસંતોષની વાતનો ઈન્કાર કર્યો હતો. પરિણામો વડાપ્રધાન મોદીને આગળ ધપાવશે અને ર૦૧૯ની ચૂંટણીઓ જીતશે. શાહે કહ્યું કે, સુપ્રીમ કોર્ટ મંદિરની તરફેણમાં ચુકાદો આપશે. કોંગ્રેસે કોર્ટમાં ર૦૧૯ સુધી સુનાવણી મુલત્વી રાખવાની માગણી કરી હતી. આ કેસ નવ વર્ષથી કોર્ટમાં પડતર છે.