(એજન્સી) નવી દિલ્હી, તા.૧૭
નેશનલ રજિસ્ટર ઓફ સિટીઝન (દ્ગઇઝ્ર) ફક્ત આસામ પૂરતું જ મર્યાદિત નથી પરંતુ દેશભરમાં લાગુ થનારી ક્વાયત હોવાનું ફરી એકવાર જણાવતા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે રાજ્યસભામાં જણાવ્યું હતું કે, સરકાર એ નિશ્ચિત કરશે કે, ભારતમાં વસતા તમામ ગેરકાયદે ઘૂસણખોરોને આંતરરાષ્ટ્રીય કાયદા પ્રમાણે હાંકી કઢાશે. આજે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સંસદમાં સ્પષ્ટ કર્યું હતું કે, દેશની એક એક ઈંચ જમીન પર ગેરકાયદેસર રીતે વસવાટ કરી રહેલા એક એક ઘુષણખોરની ઓળખ કરીને તેમને આંતરરાષ્ટ્રીય કાયદા અંતર્ગત હાંકી કાઢવામાં આવશે. આજે રાજ્યસભામાં પ્રશ્નકાળ દરમિયાન ગૃહમંત્રી અમિત શાહે જણાવ્યું હતું કે, હાલ આસામમાં જે એનઆરસી છે તે આસામમાં સમજુતીનો ભાગ છે. તેમણે કહ્યું હતું કે, સૌકોઈએ સદનમાં રાષ્ટ્રપતિનું ભાષણ સાંભળ્યું હશે, જે ઘોષણાપત્રના આધાર પર અમે ચૂંટાઈને આવ્યા છીએ તેમાં પણ આ વાત સ્પષ્ટ રીતે કહેવામાં આવી છે. દેશની એક એક ઈંચ જમીન પર જેટલા પણ ગેરકાયદે વિદેશી પ્રવાસીઓ રહે છે, ઘુષણખોરી કરે છે, તેની અમે ઓળખ કરીશું અને આંતરરાષ્ટ્રીય કાયદા અંતર્ગત તેમને ડિપોર્ટ કરી દઈશું. શાહે જણાવ્યું હતું કે, એનઆરસીને લાગુ કરવા પાછળ સરકારના ઈરાદા એકદમ સ્પષ્ટ છે. તેમણે ઉમેર્યું હતું કે, રાષ્ટ્રપતિ અને સરકાર પાસે ૨૫ લાખથી વધારે એવા આવેદન આવ્યા છે જેમાં એ દાવો કરવામાં આવ્યો છે કે, કેટલાક ભારતીયોને ભારતના નાગરિન નથી માનવામાં આવ્યા યારે એનઆરસીમાં કેટલાક એવા નાગરિકો છે જેમને ભારતીય માની લેવામાં આવ્યા છે, જે ખરેખર બહારથી આવેલા છે. વડી અદાલતનો ઉલ્લેખ કરતા ગૃહમંત્રીએ કહ્યું હતું કે, સરકારે સુપ્રીમ કોર્ટને અનુરોધ કર્યો છે કે, આ આવેદનો પર વિચાર કરવા માટે સરકારને થોડો સમય આપવામાં આવે. વડી અદાલતના નિર્દેશ અનુંસાર આસામમાં એનઆરસી રિપર્ટને ૩૧ જુલાઈ ૨૦૧૯ સુધી જાહેર કરવામાં આવનાર છે. લોકસભા ચૂંટણીમાં ભાજપ નેતા અમિત શાહે આસામની લખીમપુર ચૂંટણી રેલી સંબોધન કરી હતી. આ દરમિયાન તેમણે નેશનલ રજિસ્ટર ઓફ સિટિઝન (એનસીઆર) બિલ પર કહ્યું હતું કે, અમે આસામને દેશનું બીજુ કાશ્મીર નહીં બનવા દઈએ. મોદી સરકાર એનઆરસી એટલે જ લાવી છે.
ભારતના પ્રત્યેક ઈંચમાં રહેલા ‘ઘૂસણખોરોને’ હાંકી કઢાશે

Recent Comments