(એજન્સી) કોલકાતા, તા.ર
યુવા ભાજપ કાર્યકર્તાનો ઝાડથી લટકેલ મૃતદેહ મળી આવ્યાના ત્રણ દિવસ બાદ પશ્ચિમ બંગાળના પુરુલિયા જિલ્લામાં વધુ એક શખ્સનો લટકતો મૃતદેહ મળી આવતા ફરી ભાજપ અને તૃણમુલ કોંગ્રેસ સામ સામે આવ્યા છે.
મુખ્યમંત્રી મમતા બેનર્જીએ આ મુદ્દે સીઆઈડી તપાસના આદેશ આપ્યા છે. જ્યારે ભાજપે આજે સાંજે કલકત્તામાં કેન્ડલ માર્ચનું આયોજન કર્યું છે.
આ પહેલા ર૦ વર્ષીય ત્રિલોચન મહાતોના મૃત્યુ બાદ ભાજપ પ્રમુખ અમિત શાહે ટ્‌વીટ કરી હતી કે, તેઓ આ ઘાતકી હત્યાથી ઘણા વિચલીત થયા છે. યુવા કાર્યકર્તાની માત્ર એટલા માટે હત્યા કરવામાં આવી કારણ કે તેની વિચાર ધારા રાજ્ય સરકારના ગુંડાઓથી અલગ હતી. અમિત શાહે તાજેતરમાં બનેલી ઘટનાને પણ વખોડતા મમતા બેનર્જી પર પ્રહાર કર્યા હતા અને આ ઘટનાક્રમને અમાનવીય અને શરમજનક ગણાવ્યો હતો.