(એજન્સી) નવી દિલ્હી, તા. ૨૫
કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે નેશનલ પોપ્યુલેશન રજિસ્ટર (એનપીઆર) અને નેશનલ રજિસ્ટર ઓફ સિટીઝન્સ (એનઆરસી) વચ્ચે તફાવત કરતા જણાવ્યું કે બંને અલગ-અલગ કાયદાથી સંચાલિત હોય છે. એનપીઆરના આંકડાનો ઉપયોગ એનઆરસીની ક્વાયત માટે ક્યારેય પણ કરવામાં આવશે નહીં. આ બંનેની પ્રક્રિયાના પરસ્પર કોઇ સંબંધ નથી અને ન તો તેમના સર્વેનો ઉપયોગ એક-બીજા માટે કરવામાં આવશે. કેન્દ્રીય ગૃહ પ્રધાને કહ્યું કે હું લોકોને અને ખાસ કરીને લઘુમતી સમુદાયને ખાતરી આપવા માગું છું કે એનપીઆરનો એનઆરસી સાથે કોઇ લેવા-દેવા નથી. અમિત શાહ ભલે જે કંઇ કહે પરંતુ તથ્ય બતાવે છે કે એનઆરસીને એનપીઆરના આધારે જ સંચાલિત કરવામાં આવશે. વાસ્તવમાં એનપીઆર એ નિયમો-કાયદાઓનો હિસ્સો છે, જેના આધારે એનઆરસી તૈયાર થશે. નરેન્દ્ર મોદી સરકારે સંસદમાં આ વાત એક વાર નહીં પરંતુ ૯ પ્રસંગોએ કહી છે.
• ૨૦૧૪ની ૮મી જુલાઇએ સંસદમાં રાજ્ય કક્ષાના ગૃહ પ્રધાન કિરન રિજિજુએ કોંગ્રેસના સાંસદ રાજીવ સાતવના પ્રશ્નના જવાબમાં કહ્યું હતું કે એનપીઆરની સમીક્ષા ચાલુ છે અને તેના દ્વારા નાગરિકતાની સ્થિતિની ખરાઇ કરાશે.
• ૨૦૧૪ની ૧૫ જુલાઇ અને ૨૨મી જુલાઇએ રિજિજુએ ફરી એનપીઆર અને એનઆરઆઇસી અંગે આ પ્રકારની વાત લોકસભામાં પ્રશ્ન કાળ દરમિયાન કહી હતી.
• ૨૦૧૪ની ૨૩મી જુલાઇએ આ બાબતે તેમણે રાજ્યસભામાં નિવેદન કર્યું હતું.
• ૨૦૧૪ની ૨૯મી નવેમ્બરે તેમણે રાજ્યસભામાં કહ્યું હતું કે નેશનલ રજિસ્ટર ઓફ ઇન્ડિયન સિટીઝન્સથી પ્રત્યેક સામાન્ય નાગરિકની નાગરિકતાની પુષ્ટિ કરાશે.
• ૨૧ એપ્રિલ અને ૨૮ જુલાઇએ આવી જ રીતે રાજ્યકક્ષાના કેન્દ્રીય ગૃહ પ્રધાન એચપી ચૌધરીએ પણ આ આશયનું નિવેદન કર્યું હતું.
• ૨૦૧૫ની ૧૩મી મે એ રાજ્યસભામાં રિજિજુએ ફરી વાર આ વાતનો પુનરોચ્ચાર કર્યો હતો.
• ૨૦૧૬ની ૧૧મી નવેમ્બરે રાજ્યસભામાં પ્રશ્ન કાળ દરમિયાન આ વાતનો પુનરોચ્ચાર કરાયો હતો.
અમિત શાહ NPR અને NRCમાં કોઇ સંબંધ નહીં હોવાનું કહી રહ્યા છે, પરંતુ તેમની સરકારે સંસદમાં ૯ વાર કડી જોડી છે

Recent Comments