(એજન્સી) રાયપુર, તા.૧ર
ભાજપના પ્રમુખ અમિત શાહે કહ્યું છે કે વિપક્ષોની લોકશાહીમાં મહત્ત્વની ભૂમિકા હોય છે. કોંગ્રેસ મુક્ત ભારતનો અર્થ કોંગ્રેસ કલ્ચરથી દેશને મુક્તિનો છે. વિપક્ષોના અસ્તિત્વ વગર લોકશાહી સંભવ નથી. તેમણે કહ્યું કે, કોંગ્રેસને બચાવવાની જવાબદારી રાહુલ ગાંધીની છે. મારી નથી. છત્તીસગઢમાં અંબિકાપુરમાં એક પત્રકાર પરિષદને સંબોધતા અમિત શાહે કહ્યું કે તેઓ રાહુલ ગાંધીને અંગત નિશાન બનાવતા નથી. ભાજપ સારું કામ કરી રહી છે. લોકોનો ટેકો મળી રહ્યો છે. રાહુલ ગાંધીએ પપ વર્ષના તેમના પરિવારના શાસનનો દેશને હિસાબ આપવો જોઈએ. હું ભાજપના વારસાનો જવાબ આપીશ. જે લોકશાહીમાં થવું જોઈએ. તેનો કોઈ વિરોધ થવો ન જોઈએ. મધ્યમ વર્ગને દૂર કરી દેવાયાની વાતો ખોટી છે. મધ્યમવર્ગના સહારે ભાજપ ૧૪ રાજ્યોમાં ચૂંટણી જીત્યો છે. અમિત શાહે કહ્યું કે, છત્તીસગઢ એક બિમાસ રાજ્ય હતું. પરંતુ ભાજપે છેલ્લા ૧પ વર્ષમાં તેને વિકાસના માર્ગે લાવી સ્વસ્થ બનાવ્યું છે. ઘણી રાજ્ય સરકારોએ છત્તીસગઢ શાસન પાસેથી શીખ મેળવી છે.