અમદાવાદ, તા. ૭
ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ પાંચ દિવસીય સંગઠનાત્મક પ્રવાસના ચોથા દિવસે આઠ જિલ્લા અને જુનાગઢ મહાનગરને મળીને ભાજપના નવ સંગઠનાત્મક એકમોને કાર્યકરો સાથે ચૂંટણી સંબંધમાં સંવાદ કરશે. અમિત શાહના ચોથા દિવસના પ્રવાસની માહિતી આપતા ભાજપના પ્રદેશ પ્રવક્તા જગદીશ ભાવસારે કહ્યું હતું કે, અમિત શાહ આવતીકાલે ૮મી નવેમ્બરના દિવસે સવારે ૯.૩૦ વાગે જુનાગઢ ભાજપના જિલ્લા કાર્યાલય ખાતે જુનાગઢ મહાનગર, જુનાગઢ જિલ્લા, પોરબંદર અને ગીરસોમનાથમાં આગેવાનો સાથે સંવાદ કરશે. સવારે ૧૦.૩૦ કલાકે કૈલાશ ફાર્મ, ખલીપુર ક્રોસ રોડ, જુનાગઢ ખાતે ચારેય જિલ્લાના શક્તિકેન્દ્રોના ઇન્ચાર્જોને ચૂંટણીલક્ષી માર્ગદર્શન કરશે. તેમણે કહ્યું હતું કે, જુનાગઢ ખાતે ચાર જિલ્લાના કાર્યકરો સાથે બેઠક કરી તેઓ ભરુચ જવા રવાના થશે. ભરુચ ખાતે બપોરે બે વાગે પત્રકાર પરિષદને સંબોધશે. ભરુચ અને નર્મદા જિલ્લાના શક્તિકેન્દ્રોના ઇન્ચાર્જ અને ભાજપના બે જિલ્લાના અગ્રણી કાર્યકર સાથે બે તબક્કામાં બેઠકો કરી સંવાદ અને માર્ગદર્શન આપી નડિયાદ જવા રવાના થશે. ઇફકો હોલ પારસ સર્કલ નડિયાદમાં સાંજે સાત વાગે આણંદ, ખેડા, મહિસાગરના શક્તિકેન્દ્રોના ઇન્ચાર્જ અને ભાજપના આગેવાનોને બે તબક્કામાં વિધાનસભાની ચૂંટણીમાં મહાવિજય માટે માર્ગદર્શન આપશે. ચોથા દિવસે ૩૪ વિધાનસભા મત ક્ષેત્રના ભાજપના પાયાના કાર્યકરો અને આગેવાનો સાથે વાતચીત કરશે. અમિત શાહે વંદેમાતરમ, ભારત માતા કી જયના નારા સાથે ગુજરાત ગૌરવ મહાસંપર્ક અભિયાનો આજે પ્રારંભ કરાવ્યો હતો. ઘરે ઘરે ભાજપની વિકાસ-રાષ્ટ્રવાદની કામગીરીની પ્રત્રિકા પહોંચતી કરવામાં આવી હતી. અમિત શાહની આજના ભરચક કાર્યક્રમો રહ્યા હતા.

અમિત શાહનો કાર્યક્રમ…..
૮-૧૧-૨૦૧૭ જુનાગઢ જુનાગઢ શહેર, જિલ્લો, પોરબંદર, ગીરસોમનાથ
ભરુચ ભરૂચ, નર્મદા
નડિયાદ આણંદ, ખેડા, મહિસાગર
૯-૧૧-૨૦૧૭ બારડોલી સુરત જિલ્લો, તાપી
જામનગર જામનગર શહેર, જામનગર જિલ્લો, દેવભૂમિ દ્વારકા
વડોદરા વડોદરા શહેર, વડોદરા જિલ્લો, છોટાઉદેપુર