(એજન્સી) નવી દિલ્હી, તા.ર૬
મિઝોરમમાં કોંગ્રેસ અને ભાજપના નવા ચૂંટાયેલ સ્થાનિક બોડીના પ્રતિનિધિઓ અનન્ય ગઠબંધન રચવા મિઝોરમના ચાકમા આદિજાતિ પરિષદમાં ઉપસ્થિત રહ્યા હતા. મિઝોરમ વિધાનસભાની ર૦માંથી છ બેઠકો પર કોંગ્રેસ અને પાંચ બેઠકો પર ભાજપનો વિજય થયો હતો. જ્યારે ભાજપના નેતૃત્વ હેઠળના પૂર્વોત્તર ડેમોક્રેટિક એલાયન્સના માત્ર એમએનએફએ આઠ બેઠકો પર જીત મેળવી હતી. એમએનએફ-બીજેપી ગઠબંધનથી બહુમત મેળવવા અંગે વિશ્વાસ પર ભાજપ અધ્યક્ષ અમિત શાહે ટ્‌વીટ પોસ્ટ કરવામાં જરા પણ સમય વેડફ્યા વિના આ વિજયનો શ્રેય વડાપ્રધાન મોદીને આપી દીધો છે. શાહે ટ્‌વીટમાં લખ્યું કે, મિઝોરમમાં વિજય માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને અભિનંદન આપતા કહ્યું કે, ચકમા સ્વાયત્ત જિલ્લા પરિષદની ચૂંટણીઓમાં બીજેપી મિઝોરમ અને એમએનએફને બહુમતી માટે અભિનંદન તેમણે લખ્યું કે, પૂર્વોત્તરમાં એમએનએફ અને બીજેપી વચ્ચે ર૦માંથી ૧૩ બેઠકો જીતી છે. આ વિજય પીએમ મોદીએ પૂર્વોત્તર પર ધ્યાન લક્ષિત કર્યું હોવાથી શક્ય બન્યું છે. મિઝોરમમાં ભાજપનો ઉદય થયો છે. શાહની ટ્‌વીટના થોડાક જ સમય પછી ભાજપના સ્થાનિક નેતાઓએ તેમના જોડાણના ભાગીદાર એમએનએફને પડતો મૂકવાનો નિર્ણય કર્યો અને અમિત શાહના સૂચનોને અવગણીને કટ્ટર પ્રતિસ્પર્ધી કોંગ્રેસ સાથે અશક્ય ગઠબંધનની રચના કરી.